Women yellow Sari Election : લોકસભાની ચૂંટણીનોઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આ માહોલમાં પણ લોકો કઈક નવું શોધી લાવે છે. એમાં પણ સોશિયલ મિડિયા આજે એવું માધ્યમ બની ગયું છે કે નાનામાં નાની વાત પણ લોકો સુધી પહોંચી જાય છે. સોશીયલ મિડિયા દ્વારા વ્યક્તિ રાતો રાત સ્ટાર બની જાય છે, એવાં ઘણા વ્યક્તિઑ છે, જે એક દિવસમાં સોશિયલ મિડિયાથી ફેમસ થઈ ગયા.
જે વ્યક્તિને કોઈ ન ઓળખતું હોય એ વ્યક્તિ એક દિવસમાં આખી દુનિયામાં છવાઈ જાય. જે માત્ર સોશિયલ મીડિયાથી જ થઈ શકે છે. એવાં કેટલાય વ્યક્તિ છે, જે રાતોરાત સ્ટાર બની ગયા. જેમાં ડૂગું અંકલ, મૈથેલી ઠાકુર, પ્રિય વારિયર્સને આજે ઘણા બધાં લોકો ઓળખે છે.જેનું એકમાત્ર કારણ સોશિયલ મીડિયા છે.
હાલમાં જ એક મહિલા પણ સોશિયલ મિડિયા પર ખૂબ ચર્ચામાં છે. લોકસભાની ચૂંટણીનો ગરમાવો દેશભરમાંચાલી રહ્યો છે,ત્યારેઆ ઘટનાક્રમ વચ્ચે ચૂંટણી દરમિયાન જ એક એવી બાબત સામે આવી છે જેણે દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે.આજે દરેક જગ્યાએ બસ આ મહિલા વિશે જ વાતો ચાલી રહી છે, અને પણ સોશિયલ મીડિયામાં પણ ભારે ધમાલ મચાવીછે.
સામાન્ય રીતે કોઈ ચૂંટણી અધિકારીને યાદ કરતા જ એક થાકેલો અને વયસ્ક ચહેરો નજર સામે તરી આવે છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં લખનૌના એક મહિલા અધિકારી ચર્ચાનો વિષય બન્યા છે. વાત છે PWD વિભાગમાં કામ કરતા અને હાલ ચૂંટણીની ડ્યૂટીમાં વ્યસ્ત એક મહિલા અધિકારીની. આ મહિલા અધિકારી તેમની અદભુત સુંદરતાના કારણે ચર્ચાનો વિષય બન્યા છે.
સોશિયલ મીડિયા પર એક મહિલાનો વિડીયો વાયરલ થયો છે, આ મહિલા ખૂબ સુંદર છે. જાણે બોલીવૂડની કોઇ અભિનેત્રી કેમ ન હોય! સોશિયલ મીડિયામાં તેનો વિડીયો વાયરલ થતાં તે ખૂબ લોકપ્રિય બની ગઈ છે.
આ વિડીયોમાં મહિલાએ પીડા રંગની સાડી પહેરી છે,આ મહિલા અધિકારી ચૂંટણી દરમિયાન ખીલખીલાટ હસતા નજરે પડે છે. બસ ! એમની આ જ અદાને લીધે તે ખૂબ ચર્ચામાં છે. મહિલા અધિકારીના ફોટા પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે. જેમાં તેઓ ચહેરા પર કાળા ગોગલ્સ પહેરી, છુટ્ટા વાળ રાખી હાથમાં બે ઈવીએમ મશીન લઈને જતા નજરે પડે છે.
આ વિડીયો જ્યારે આપણે જોઈએ તો પહેલી નજરે કોઈ ન કહી શકે કે આ કોઈ અધિકારી હશે. આ મહિલા મોડેલ જેવી જ દેખાય છે, અને તેની સ્માઇલથી પણ લોકો ફીદા થયા છે. આજે સોશિયલ મિડિયા પર આ મહિલાની જ બોલ-બાલા છે
આ મહિલાની તસવીરો અને વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે તેના આ લુકથી પરંતુ તમે એ જાણીને ચોકી જશો કે આ મહિલા જ્યાં કેન્દ્ર પર હતી ત્યાંનું મતદાન 70 % સૂધીનું થયું છે, તેમનાં આ અંદાજથી લોકોમાં પણ મતદાન કરવાનું ઉત્સાહ વધ્યો હતો , આ અધિકારીનો લુક એવો હતો કે તેમને જોઈને સૌ કોઈ જોઈને તેમના ચાહક બની ગયા છે , લોકોનું કહેવું છે કે એ કેન્દ્રમાં 100 % મતદાન થયું છે તેવું માનવામાં આવે છે, હાલમાં તો આ મહિલા અધિકારી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.
Also Read : Chamunda Temple : ઉપરકોટની રાંગમાં સ્વયંભૂ પ્રગટેલા: માઁ ચામુંડા