Top 5 Youtubers India : ભારતના આ 5 વ્યક્તિ જે બની ગયાં અચાનક સેલિબ્રિટિ, જાણો કઈ રીતે બન્યા સફળ…

Top 5 Youtubers India

Top 5 Youtubers India : આજે સોશિયલ મીડિયામાં સામાન્ય લોકો પણ ખાસ બની જાય છે. આ માટે સોશિયલ મીડિયામાં યુટ્યૂબ એક એવું માધ્યમ છે કે જ્યાં કોઈપણ વ્યક્તિ તેની અંદર છુપાયેલા ટેલેન્ટની મદદથી ફેમસ બનીશકે છે અને આ સાથો સાથ  સારી કમાણી પણ કરી શકે છે. આપણાં ભારતના એવાં કેટલાક વ્યક્તિઓ છે જે આજે એક સામાન્ય વ્યક્તિ માથી આજે ખુબ ફેમેસ બની ગયા છે.આ બધુ શકય  યુટ્યૂબના લીધે બન્યું છે . આ બ્યક્તિઓને આજે દુનિયમા સૌ કોઈ ઓળખે છે. જે વ્યક્તિએ પોતના ટેલેન્ટથી સૌ કોઈને પોતના ચાહક બનાવી દીધાં છે. ચાલો જાણીએ એવાં વ્યક્તિઓને જે આજે યુટ્યૂબમાં  નંબર વન પર છે.

ભુવન બામ  :

Top 5 Youtubers India

એક  સામાન્ય  છોકરો જેણે  લોકોને હંસાવીને આજે મોટી વ્યક્તિઓમાં તેનું નામ બોલાય રહ્યું છે. એક સાથે અનેક પત્રો નિભાવીને લોકોને કોમેડી  દ્વારા  પોતાના ચાહક બનાવ્યા આજે ભુવન બામ પોતાની BB ki Vines નામની યુટ્યૂબ ચેનલદેશની પહેલી યુટ્યૂબ ચેનલ છે જેણે સૌથી પહેલા સફળતા મેળવી. અત્યારે ભુવનના 1,39,77,714 સબ્સક્રાઈબર્સ છે.આ છોકરાએ એકલા હાથે આટલી સફળતા મેડવી..

સંદીપ મહેશ્વરી :

લોકોને  જ્ઞાન આપનાર વ્યક્તિ  આજે માત્ર ભારતમાં નહીં પરતું આજે વિશ્વમાં પણ તેનું નામ લોકોયાદ કરે છે અને તેના મોતીવેશનલ વિડીયો દ્વારા લોકોને ખૂબ તેના દીવાના બનાવ્યા છે.સંદીપ માહેશ્વરી મોટિવેશનલ સ્પીકર છે. તે લોકોને અલગ-અલગ પ્રકારના સ્વભાવો વિશે માહિતી આપે છે. સંદીપની યુટયૂબ ચેનલ પર 1,07,12,383 સબ્સક્રાઈબર્સ છે.

અમિત ભડાના :

ભુવન  બામ પછી  આ  અમિત ભડાએ  પણ લોકો ને  પોતાની કોમેડી સ્કિલ્સની મદદથી ફેમસ થયો. આજે તેનું નામ પણ યૂટ્યૂબમાં મોખરે છે. અમિતની યુટ્યૂબ ચેનલ પર અત્યારે 1,52,53,625 સબ્સક્રાઈબર્સ છે.

ગૌરવ ચૌધરી  : 

ટેકનૉલોજિ ગુરુ નામથી  ઓળખાતા આ વ્યક્તિ આજે ખૂબ ફેમેસ છે, તેનાથી લોકોને ઘણું બધુ જાણવા મળે છે અને આ સાથો સાથ કંપનીઑ અને તેને પણ સારી એવિ કમાણી થાય છે. તેના યુટ્યૂબ પર 22,60,926 સબ્સક્રાઈબર્સ છે.

અજય નાગર:

આ વ્યક્તિએ પણ તેનામાં  છુપાયેલી કલાથી પોતાનું નામ બનાવ્યું છે, તેનો અવાજ  લોકોને તેનાં દિવાના બનાવે છે. હરિયાણાના રહેવાસી અજયની યુટ્યૂબ ચેનલનું નામ CarryMinati. તેના 70,10,012 ફોલોઅર્સ છે.

Also Read : આપણાં જૂનાગઢ નો સૌપ્રથમ વાનગી ફેસ્ટિવલ એટલે, ‘સિઝલર એન્ડ કબાબ ફેસ્ટિવલ’