તારક મહેતા…” સિરિયલમાં દયાબેનના રોલ માટે આ ટેલેન્ટેડ અભિનેત્રીની થઈ શકે છે પસંદગી!

તારક મહેતા…” સબ ટીવી પર છેલ્લા 11 વર્ષથી લોકોનું આ મનોરંજન કરતું આવી રહ્યું છે, ત્યારે આ શોમાંથી દયાબેનની વિદાઈ થઈ છે, ત્યારથી  દર્શકો હવે દયાબેનની રાહ જોઈ રહ્યા છે. હાલમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, આ શો ટોપ 10 માંથી બહાર નિકળી ગયો છે, કારણ કે લોકોને હવે દયાબેનની કમી મહેસૂસ થઈ રહી છે. મેકર્સ હવે દિશા વાકાણી જગ્યાએ કોઈ નવી જ અભિનેત્રી શોધી રહ્યા છે, જે દયાબેન નું પાત્ર સારી રીતે નિભાવી શકે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, નિર્માતા આ અભિનેત્રીને અપ્રોચ કરી શકે છે.

દયાબેન છેલ્લા 10 વર્ષથી લોકોને હસાવી રહ્યા છે, આજે  ઘર-ઘરમાં દયાબેનનું પાત્ર એટલું લોકપ્રિય થઈ ગયું છે, કે લોકો દિશાને દયાબેન નામથી ઓળખે છે. 2017થી દયાબેન મેટરનિટી લીવ પર છે, ત્યાર પછી તે આ શોમાં પાછા નથી ફર્યા. તેમના ગયા પછી પણ આ શોને કોઈ ફર્ક નહતો પડ્યો પણ હવે લાગી રહ્યું છે કે, લોકોને દયાબેનની ખામી વર્તાઇ રહી છે.

હાલમાં જ જાણવા મળ્યું કે, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને એક્સક્લૂસિવ માહિતી મુજબ “પાપડ પોલ”  ફેમ અભિનેત્રી અમી ત્રિવેદીને દયાબેનના પાત્ર માટે અપ્રોચ કરી શકે છે.

અમી ત્રિવેદીની જ્યારે મુલાકાત કરી ત્યારે તેને કહ્યું કે, આ વાત એક અફવા છે. નિર્માતા દ્વારા મને કોઈ ઓફર નથી મળી. મારા મિત્રો પણ મને કહી રહ્યા છે કે, તું દયાબેનનાં પાત્ર માટે યોગ્ય છે. મને પણ લાગી રહ્યું છે કે હું આ પાત્રને નિભાવી શકું, હા દિશાની જ્ગ્યાએ લોકોનાં દિલમાં જગ્યા લેવી એ મુશ્કેલી ભર્યું કામ છે કારણ કે દયાબેન 10 વર્ષથી આ પાત્ર કરી રહ્યા છે.

અમીએ કહ્યું કે જો મને આ ઓફર મળશે તો હું આ શોમાં દયાબેનનું પાત્ર નિભાવીશ. ત્યારે હવે જોવાનું રહ્યું છે કે તારક મહેતામાં ક્યારે નવાં દયાબેન એન્ટ્રી થાય છે. મેકર્સ નવાં દયાબેન માટે અભિનેત્રીઓ શોધી રહ્યા છે. અમી જો પાત્ર નિભાવશે તો લોકોને પસંદ આવશે કારણ કે પાપડ પોલમાં તેને ગુજરાતી “કોયલ”નું પાત્ર નિભાવ્યું હતું જે લોકોને ખૂબ ગમ્યું હતું.

#TeamAapduJunagadh