શું તમે જાણો છો, સુપર 30 બાયોપિક ફિલ્મ કઇ વ્યક્તિ પર ફિલ્માવવામાં આવી છે? જાણો આ ફિલ્મ વિષેની કેટલીક જોરદાર વાતો…

સુપર 30

સુપર 30 : બોલિવૂડમાં હાલમાં બાયોપિકની સિઝન ચાલી રહી હોય તેમ એક પછી એક બાયોપિકની પ્રોજેક્ટની જાહેરાત થઈ રહી છે. હવે બોલિવૂડના ગ્રીક ગોડ હૃતિક રોશન પણ બાયોપિકના પ્રોજેક્ટમાં સામેલ થઈ રહ્યા છે. હૃતિક રોશન તેની આગામી ફિલ્મ ‘સુપર 30’ માં મેથેમેટિશ્યિન આનંદ કુમારનો રોલ નિભાવી રહ્યા છે. હૃતિક રોશનની આ ફિલ્મને વિકાસ બહેલએ ડિરેક્ટ કરી છે. વિકાસ બહેલ અગાઉ કંગના રનૌત અભિનીત સુપરહિટ ફિલ્મ ક્વીનને ડિરેક્ટ કરી ચૂક્યા છે.

બોલીવુડના સુપરસ્ટાર હૃતિક રોશનની  ફિલ્મ સુપર 30નું ટ્રેલર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. જેને લોકો ખૂબજ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં હૃતિક રોશન ગણિતશાસ્ત્રી આનંદ કુમારના રોલમાં અભિનય કરતા જોવા મળશે. કેમકે, આનંદ કુમારને તેમની બાયોપિક માટે સારા અભિનેતા હૃતિક રોશન જ લાગી રહ્યા છે. આ અભિનય માટે હૃતિક રોશને આનંદ કુમારની મુલાકાત પણ લીધી હતી.

આ ફિલ્મનું શુટિંગ વારાણસીમાં થયું છે. ઉત્તર પ્રદેશમાં ખુબજ ગરમી પડતી હોવાથી ત્યાં શુટિંગ કરવું હૃતિકને મુશ્કેલ લાગી રહ્યું હતું, માટે મેકર્સ દ્વારા મુંબઈમાં તેના માટે સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેથી હૃતિક રોશનની ફિલ્મના શુટિંગ દરમિયાન કોઈ તકલીફનો સામનો ન કરવો પડે.

સુપર 30

ઉલ્લેખનીય છે કે, આનંદ કુમાર પટનાના છે અને તેઓ આઇઆઇટીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે સુપર 30ના નામે કોચિંગ ચલાવે છે. જે વિદ્યાર્થીઓએ આર્થિક રીતે પછાત છે, તેને તેઓ પ્રશિક્ષણ આપે છે.  તેમણે વર્ષ 2002માં આ કામની શરૂઆત કરી હતી. ટીચર આનંદ કુમાર અમિતાભ બચ્ચનના શો ‘કોન બનેગા કરોડપતિ’માં પહેલી વખત જોવા મળ્યા હતા. જ્યાં તેમણે પહેલી વખત તેમની સંઘર્ષ વાર્તા દુનિયાને જણાવી હતી. ત્યારબાદ તેમની લાઇફ અને સ્ટ્રગલ પર લોકોનું ધ્યાન ગયું અને તેમની બાયોપિક બનાવવાનો ખ્યાલ નિર્માતાઓના દિમાગમાં આવ્યો હતો.

આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં પહેલા વિકાસ બહેલ અને ઋત્વિક રોશને આનંદ કુમારની મુલાકાત લીધી હતી. ઋત્વિકની આ પ્રથમ બાયોપિક છે. બોલિવૂડના સૌથી હેન્ડસમ ગણાતા ઋત્વિક રોશને આ ફિલ્મમાં એકદમ નોન ગ્લેમરસ અને નાના શહેરના શિક્ષકનો રોલ નિભાવ્યો છે. ફિલ્મનું ટ્રેલર જોયા પછી તો હવે લોકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 12 જુલાઈએ સિનેમાઘરોમાં રજૂ થશે.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : મહાશિવરાત્રી ના આગલા દિવસે ભવનાથ મુકામે યોજાશે આ ખાસ કાર્યક્રમ