Prena Left Kasoti : કસોટીમાં શું હવે પ્રેરણા લેશે વિદાય ? જોવા મળશે પ્રેરણા નવો અવતાર , આવો હશે ટ્વિસ્ટ…

Prena Left Kasoti : “ કસોટી જિંદગી કી “ આ સિરિયલનું નામ આવે સામે એટલે સૌ કોઈને તેના વિશેની ખબરો જાણવા માટે તાલાવેલી મનમાં હોય છે. એકતા કપૂરની  આ સિરિયલ આટલાં સમય  બાદ પણ એટલો લોકપ્રિય છે આ સિરિયલના કિરદારો થી  જેને લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી રાખી છે, જે આજે પણ એટલી જ અકબંધ છે. એકતા કપૂરે આ શોની સ્કીવલ બનાવીએ પણ આટલી જ લોકપ્રિય બની ગઈ છે.‘કસૌટી ઝિંદગી કી 2’ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી તે સતત ટીઆરપી અને સોશિયલ મીડિયાના મામલે ટોપ પર ચાલી રહી છે.

આ શોના  પાત્રો પ્રેરણા અને અનુરાગની  પ્રેમ કથા એટલી કસોટીથી ભરેલી છે કે લોકોને તેની આ કહાની જોવાનું ખૂબ પસંદ કરે છે. આ શોની ખલનાયિકા “ કોમોલિકા”ની અદા અને તેની સાજીસો જોવી  સૌકોઈને ગમે છે.

એકતા કપૂરની આ સિરિયલમાથી જાણે કોઈ નજર લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે, ટીઆરપીમાં આ સિરિયલ નંબર વન પર છે, ત્યારે હાલમાં જ આ શોની મુખ્ય અભિનેત્રી કોમોલિકાએ  શોને  અલવિદા કરી દીધૂ છે. હવે એવા રિપોર્ટ્સ મળિ રહ્યા છે કે આ શોની લીડ રોલ પ્રેરણા હવે આ શોમાથી વિદાય લેશેઆ અને આ શોમાં એક ધમાકેદાર ટ્વિસ્ટ આવશે. ચાલો ત્યારે જાણીએ કે ખરેખર શું હકીકત છે.

જ્યારથી  હિના ખાને આ શોમાથી  વિદાય લીધી છે, ત્યારથી હવે એવા સમાચારો મળી રહ્યા છે કે  પ્રેરણાનો રોલ કરી રહેલી એરિકા ફર્નાન્ડિઝ પણ શોને બાય-બાય કહેવાની તૈયારી કરી રહી હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે એરિકાને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેણે કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.

સૂત્રોએ બોમ્બે ટાઈમ્સને જણાવ્યું હતું કે એરિકા શો છોડી રહી હોવાના સમાચાર પબ્લિસિટી સ્ટંટ પણ હોય શકે છે જેનાથી શોને લઈને આવા સમાચારો ફરતા થયા હોય. હાલમાં આ શોમાં મિસ્ટર બજાજની ધમાકેદાર એન્ટ્રી થવાની છે ત્યારે  થોડા દિવસ પહેલા સામે આવ્યું હતું કે કરણ સિંહ ગ્રોવરને મિસ્ટર બજાજના રોલ માટે પસંદ કરાયો છે.

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે હિના ખાન  શોમાંથી બ્રેક લઈ રહી છે, તેના કારણે શોના મેકર્સ પણ વધુ એકની એગ્ઝિટ કરાવી ડ્રામાને વધારવા માગે છે. ટ્રેક પ્રમાણે કોમોલિકા પોતાના છેલ્લા ટ્રેકમાં પ્રેરણાં પહાડ પરથી ધક્કો મારશે અને બાદમાં પ્રેરણા ગાયબ થઈ જશે. જે બાદ ડાયરેક્ટર મિસ્ટર બજાજ સાથે પ્રેરણાની ધમાકેદાર એન્ટ્રી કરાવશે. મેકર્સ ઈચ્છે છે કે આ સ્ટોરી દ્વારા દર્શકો સતત શો સાથે જોડાયેલા રહે ‘કસૌટી ઝિંદગી કી 2’માં આવનારો આ ટ્વિસ્ટ જોવો મળશે.

રિપોર્ટનું માનીએ તો એરિકા શોમાં એક નવા અવતાર સાથે શોમાં પરત ફરશે આ અવતારની સાથે મિસ્ટર બજાજ પણ હોય શકે છે. હાલમાં આવા અનુમાન લગાવી રહયા છે, એકતા કપૂર ક્યારે શું કરે એ કહી ના શકાય માટે સૌ કોઈ હવે આગળ શું થસે તે વિચારી રહયા છે,  થોડા દિવસ પહેલા જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં હિના ખાનને અનુરાગ ધક્કો મારીને બહાર કાઢે છે અને તે જ એક્ટ્રેસનો છેલ્લો એપિસોડ હશે. જો કે હિના ખાને કહ્યું કે બોલિવુડમાં પ્રોજેક્ટ પૂરા થશે તરત જ હું શોમાં પરત ફરીશ.

Also Read : Ranbir and Alia : રણબીરે કર્યો ચોંકાવનારો ખુલાસો, આલિયા પોતાના આંસુ ન રોકી શકી!