Pooja : આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની રિલેશનશીપને લઈને બોલિવૂડમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે, બંને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. ત્યારે હાલમાં પુજા ભટ્ટએ આલિયા અને રણબીરના રિલેશનશીપને લઈને એક વાત કહી છે. Pooja Bhatt and Alia Bhatt
પૂજાએ કહ્યું છે કે, અલિયાની રિલેશનશીપની વાત થઈ રહી છે. ત્યારે તેના પર ખુદનો અધિકાર છે જેમાં આલિયાએ ખુદ જ નક્કી કરવાનું છે. અમે હમેશાં તેની સાથે છીએ. અમે ક્યારેય પણ એકબીજાની લાઈફમાં કોઈ પણ દખલ નથી કરતાં.
હાલમાં તો પુજાએ આલીયાની લવ લાઈફની વિષે કોઈ નિવેદન નથી આપ્યું અને તેને વાતને ફેરવી નાખી અને તેને આલિયાની આવતી ફિલ્મો વિષે કહ્યું.
આલિયાએ હાલમાં ગલી બોય, ઉડતા પંજાબ (2016), રાઝી (2018) માં જબરદસ્ત પર્ફોર્મન્સ આપ્યું છે, પુજાએ એમ પણ કહ્યું કે, તેને કઈ ફિલ્મમાં કામ કરવું તે ખુદ નક્કી કરે છે અને આલિયા ખુદ જાણે પણ છે કે તેને કેવી ફિલ્મો સાઇન કરવી જોઈએ. આલીયાની હાલમાં જ એક ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે “કલંક“. જેમાં તે વરુણ ધવન સાથે જોવા મળશે. આલિયા અને વરુણની જોડી લોકોને ખૂબજ ગમે છે.
અલિયા તેની બહેન સાથે ફિલ્મ સડક 2 માં સાથે જોવા મળશે. આ ફિલ્મને મહેશ ભટ્ટ ડાયરેક્ટ કરી રહ્યા છે, આ ફિલ્મ સંજય દત્ત અને આદિત્ય કપૂર લીડ રોલમાં જોવા મળશે.
#TeamAapduJunagadh
Also Read : Rich old man serve water : કરોડોની સંપત્તિ ધરાવતાં આ દાદા કરે છે અનોખી જનસેવા..