Old Saree New Dress : સ્ત્રી અને સુંદરતા આ બંને શબ્દો એકબીજા સાથે વણાયેલા છે. દરેક સ્ત્રી સુંદર દેખાવા ઇચ્છતી હોય છે. જેના માટે તે કઇંકને કઇંક નવા નવા પ્રયોગો કરતી રહે છે. એ પછી ચહેરાની સુંદરતા માટે હોય કે પછી હોય વિવિધ પોશાકનો પહેરવેશ. વાત જ્યારે પોષાકની આવે ત્યારે અવનવી ભાતના ડ્રેસિસ મગજમાં દોડવા માંડે. ક્યારેક આ ડ્રેસિસની ખરીદી કરવા જઈએ ત્યારે તેની કિંમત સાંભળીને જ આપણે એના વિશે વિચારવાનું છોડી દઈએ છીએ. પરંતુ જો તમને મનગમતી ડિઝાઇનના ડ્રેસિસ તમે તમારી જાતેજ બનાવી શકો તો કેવું!! આવો જાણીએ.
- ઘરમાં પડેલી બોર્ડરવાળી સાડીમાંથી સુંદર કુર્તી બનાવી શકો છો.પાલવનો ભાગ ઉપર રાખી નીચેથી અનારકલી ડ્રેસ બનાવી, જેમાં આગળ કટ મુકાવીએ કટની બંને સાઈડ સાડીની બોર્ડર મૂકી દો. એના કોન્ટ્રાસ્ટ મેચિંગ વાળી લેંગીગ્સ સાથે આ ડ્રેસ સુંદર ઉઠાવ આપશે.
2. શિફોનની પ્લેન સાડીમાંથી પણ તમે સ્ટ્રેટ અથવા અપ એન્ડ ડાઉન કુર્તી બનાવી શકો છો. જો એસાડીમાં નીચે વર્કહોય તો એટલો ભાગ કટ કરી નાખવો. બાકી રહેલા પ્લેન ભાગમાંથી સુંદર ટ્રાન્સપરન્ટ કુર્તી બનાવો. જો કુર્તી શોર્ટહોય તો જિન્સ સાથે અને જો લોન્ગ હોયતો પ્લાઝો સાથે મેચ કરી પહેરી શકાય છે.
3. ફ્લાવર પ્રિન્ટની સાડીમાંથી પટિયાલા(વધારે ઘેરવાળી સલવાર) બનાવી તેના પર પ્લેન શોર્ટ કુર્તી સિમ્પલ અનેસોબર લૂક આપશે.
4. કોટનની પ્લેન અથવા બોર્ડરવાળી સાડીમાંથી બોક્સ પેટર્નવાળી લોન્ગ કુર્તી બનાવી કમર પર સુંદર બેલ્ટ અથવા સિમ્પલ કંદોરો સ્ટાઈલિશ લૂક આપે છે.
5. પેલાનું જુનવાણી સેલુ પડયું હોયતો તેમાંથી સુંદર વન પીસ બનાવી શકાય અથવા કલીવાળો ઘાઘરો બનાવી તેના પર વર્કવાળું હેવી બ્લાઉઝ ખૂબજ સરસ લાગશે.
તો આવી રીતે ઘરમાં પડેલી સાડીઓમાંથી મસ્ત મજાના ડ્રેસ બનાવો અને બની જાઓ તમારાં પોતાના ફેશનડિઝાઇનર.
Author : Urvashi Deshani #TeamAapduJunagadh
Also Read : અનેક જંગો જીતીને, જિંદગી સામે હારી જનાર બે જીગરજાન સિંહમિત્રો ની અનોખી મિત્રતા