ભારતના વડા પ્રધાન જેમનું માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં જેમના નામનો ડંકો વાગી રહ્યો છે. નરેંદ્ર મોદી જે ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે વિજય મેડવ્યો અને બીજીવાર ભારતના વડા પ્રધાન બન્યા છે. આપણે જાણીએ છીએકે નરેંદ્ર મોદીનું જીવન એકદમ સરળ છે. તેમનું નિવાસ સ્થાન પણ પ્રધાનમંત્રી ભવન છે, જ્યાં તેવો રહે છે. સૌ કોઈ જાણે છે કે તેમને કેમેરાની સામે આવું બહુ ગમે છે. પણ તમે લોકો નહીં જાણતા હોય કે સાદગી ભર્યું જીવન જીવવા છ્તાં પણ મોદીજીના આવા ખાસ શોખ છે. મોદીજી આવી બ્રાન્ડની વસ્તુ જ વાપરે છે જેને જાણીને તમે પણ ચોકી જશો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં હોય કે પછી વિદેશમાં, તેમની ફેશન સેન્સની અવાર-નવાર ચર્ચા થતી રહે છે. સૌ કોઈ આ વાત જાણે છે કે મોદીજી ના શોખ વિશે અને આટલી ઉંમરે પણ યુવાનો માટે સ્ટાઈલ આઇકન બની રહે છે. તમે એમના શોખ વિશે તો જાણતા હશો પરંતુ આ તે કઈ બ્રાન્ડની વસ્તુઓ વસ્તુઓ વાપરવાનું પસંદ કરે છે. ચાલો ત્યારે આજે આપણે જાણીએ કે વડાપ્રધાન મોદી કઈ ચીજ કઈ બ્રાન્ડની વાપરે છે.
ઘડિયાળઃ
વડાપ્રધાન મોદી માટે તેમની પહેલી પસંદગી ઘડિયાળ છે અને તેના માટે તે એક ખાસ કંપની મોવાડો બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે આ બ્રાન્ડ સ્વિઝરલેન્ડની ફેમસ બ્રાન્ડ છે. આ ઘડિયાળની રેન્જ 39 હજાર રૂપિયાથી શરૂ થઈ 1 લાખ 90 હજાર રૂપિયા સુધી પહોંચે છે એક ખાસ વાત છે મોદીજી ઘડિયાળ ઉંધી પહેરવાનું પસંદ કરે છે.
પેનઃ
મોદીજી માટે પેન બીજી મહત્વંની વસ્તુ છે, ઘડિયાળ તેમના સમયનું પ્રતીક છે , તો પેન તેના કામનું આ માટે મોદી પેન મોં બ્લાંની જ યુઝ કરે છે. આ પેન જર્મનીની વર્લ્ડ ફેમસ બ્રાન્ડ છે. મોં બ્લાં યુરોપના સૌથી ઊંચા શિખરનું નામ છે. આ પેન મોટી હસ્તીઓ પણ વાપરે છે જેમાં અમિતાભ બચ્ચન, બરાક ઓબામા, દલાઈ લામા, વોરેન બફેથી માંડીને અનેક પાવરફુલ લોકો આ પેનનો ઉપયોગ કરે છે. વડાપ્રધાન જે પેન યુઝ કરે છે તેની કિંમત 1 લાખ 30 હજાર રૂપિયા છે.
ચશ્મા :
હવે આવી મોદીના ફેશનની વાત તો તેમને ઘણી વારા ચશ્મા જોયા હશે તો ચાલો જાણીએ કે આ ચશ્મા ક્યાં બ્રાન્ડના છે. આપણા વડાપ્રધાનને બુલ્ગરી બ્રાન્ડ પસંદ છે જે ઈટાલિયન બ્રાન્ડ છે. આ કંપનીનુ મુખ્ય કામ જ્વેલરી બનાવવાનું છે પરંતુ તે ઘડિયાળ, પરફ્યુમ અને હોટેલ બિઝનેસમાં પણ છે. આ ચશ્માની કિંમત 30થી 40,000 રૂપિયા છે.
સ્માર્ટફોનઃ
મોદીજીને સેલફી પડવાના અને ફોટોગ્રાફીનો પણ શોખ છે. આ સાથે એ પણ જાણીએ કે તે ક્યો ફોન વાપરે છે. તો તે નરેન્દ્ર મોદી iPhone યુઝ કરે છે અને તે તેના વેરિયંટ અને કલર્સ બદલતા રહે છે.
કપડાઃ
મોદીજી માટે તેમની પહેલી પસંદગી કપડાં છે, દેશ-વિદેશમાં પણ તેમના કપડાંના વખાણ થાય છે.
મોદીજી ડિઝાઈનર કપડા વધુ પહેરવાનું પસંદ કરે છે અને આ કપડાંની પસંદગી એ ખુદ કરે છે અમદાવાદના જેડ બ્લુના બિપિન અને જીતેન્દ્ર ચૌહાણ દ્વ્રારા તેમના કપડાં તૈયાર કરવામાં આવે છે. આ કંપની દોઢસો કરોડની એમ જ નથી ઊભી થઈ. એક સમય એવો હતો જ્યારે બિપિન ચૌહાણ કપડાની દુકાનની બહાર શર્ટમાં બટન ટાંકતા હતા. અને ખાસ વાતએ છે કે તે 1989થી સતત વડાપ્રધાન મોદીના કપડા સીવતા આવ્યા છે.
કપડાં ના મામલામાં મોદી પોતે જ પોતાના સૂટનું ફેબ્રિક, કલર અને ડિઝાઈન સિલેક્ટ કરે છે. આ સાથે બિપિન ચૌહાણે મોદીનું એક ટોપ સિક્રેટ શેર કરતા જણાવ્યું હતું કે મોદી ત્રણ વાત સાથે બિલકુલ કોમ્પ્રોમાઈઝ નથી કરી શકતાઃ આંખ, અવાજ અને કપડા. આંખો માટે મોંઘા ચશ્મા પહેરે છે, કપડા મોટી કંપની પાસેથી તૈયાર કરાવડાવે છે અને અવાજનું ધ્યાન રાખવા ક્યારેય ઠંડુ પાણી નથી પીતા.