Khuti Ramdev Life : આજના જમાનામાં લોકો ગામડાંનું જીવન મૂકીને લોકો વીદેશ ફરવા અને રહેવા જવાનાં સપના જોતાં હોય છે, ત્યારે જો આપણે એવું સાંભળીયે કે વિદેશમાં હાઇફાય લાઈફ માણતા વ્યક્તિ વિદેશ છોડીને ગામડામાં રહેવા આવી જાય, એ વાત સાંભળીને આપણને વિશ્વાસ જ ન આવે.
હા! પણ આ વાત સાચી છે, આજે અમે તમને એવા દંપતીની વાત કરીશું, જે વિદેશમાંથી પાછા ફરીને પોતાના વતનમાં સ્થાયી થઈ ગયું.
આજના સમયમાં લોકો જિંદગી જીવે તો છે, પણ તેને માણવાનું જ ભૂલી ગયા છે. ડીઝીટલ યુગની સાથે આજનો માનવી પણ ડીઝીટલ થતો જાય છે. લોકો નવી નવી વસ્તુઓ આવતા જૂની વસ્તુઓને પણ ભૂલી જાય છે, આ વાત વસ્તુઓ પૂરતી સિમિત નથી રહેતી.
આજનાં જમાનામાં લોકોને બહારની દુનિયામાં દ્રષ્ટિ કરવી વધુ ગમે છે, વિદેશોમાં રહેતા લોકોની લાઈફ સ્ટાઇલ અને ત્યાં રેહવા જવાનું લોકો વધુ પસંદ કરે છે. આજનાં માણસોને હાયફાય લાઈફ સ્ટાઇલ જીવવાનું વધુ પસંદ કરે છે, ઘરની શુદ્ધ વાનગીઓ છોડીને લોકો જંકફૂડ વધુ પસંદ કરવા લાગ્યા છે.
જંકફૂડ ખાઈને જીવવા કરતા અહીં કુદરતી વાતાવરણમાં અને પૌષ્ટિક ખોરાક ખાય જીંદગી જીવવી વધુ સારી છે.
આ વાતને એકદમ સાચી કરી બતાવી છે પોરબંદરનાં બેરણ ગામમાં વસવાટ કરતાં દંપતીએ, જેણે વિદેશની હાયફાય લાઇફ સ્ટાઈલ છોડીને પોતાના ગામડામાં વસવાટ કરવાનું નક્કી કર્યું છે. તો ચાલો જાણીએ આ દંપતી વિશે…
પોરબંદર તાલુકાના બેરણ ગામમાં માત-પિતા સાથે રહીને ખેતીવાડી અને પશુપાલન કરતા રામદેભાઇ વિરમભાઈ ખુટી અને તેમના યુવાન પત્ની ભારતીબેન બન્ને ઇંગ્લેન્ડમાં સારી પોસ્ટ પર હતા, પરંતુ આ બંને દંપતીએ વિદેશ છોડી અહી ગામડામાં જીવન જીવવાનું વધુ પસંદ કર્યું છે, આ દંપતીએ કહ્યું કે, દોડધામની જિંદગી જંક ફૂડ ખાઈને જીવવા કરતા અહીં કુદરતી વાતાવરણમાં અને પૌષ્ટિક ખોરાક ખાઈ જીંદગી જીવવી વધુ સારી છે.
આ દંપતી વેલ એજ્યુકેટેડ હોવા છતા પણ ત્યાંથી પાછા ફરી આવ્યા. રામદેભાઈ બી.એસ.સી.ની ડિગ્રી સાથે ઇન્ટરનેશનલ ટુરીઝમ મેનેજમેન્ટમાં જોડાયા હતા અને તેમના પત્ની ભારતીબેન પોરબંદરમાં 12 સાયન્સનો અભ્યાસ પૂરો કરી રાજકોટમાં એરપોર્ટ મેનેજમેન્ટ અને એરહોસ્ટેસનો બે વર્ષનો કોર્સ કર્યો હતો. બાદમાં દંપતી 2010માં ઇંગ્લેન્ડ ગયું હતું અને ત્યાં જઇને પણ પત્ની વિશ્વના સૌથી મોટા કહેવાતા હિથ્રો એરપોર્ટમાં બ્રિટિશ એરવેઝમાં એરહોસ્ટેસનો કોર્સ કર્યો હતો.
આ બંને દંપતીનું સંતાન પણ એટલું જ સમજદાર છે. તે પણ વાડી ખેતરોમાં જઇને દરરોજ 4 -5 કિલોમીટર દોડાદોડી કરે છે અને તેને પણ ગામડાનું જીવન વધુ પસંદ આવ્યું છે, નહીં તો આજનાં સમયનાં બાળકોને શહેરમાં અને વિદેશોમાં જાવું વધુ પસંદ કરે છે. ગામડામાં ખાવા-પીવાનું જે મળે એકદમ હેલ્થી હોય છે, જ્યારે વિદેશોમાં આપણાં જેવુ જમવાનું નથી મળતું.
જ્યારે આ દંપતીના ઘરે પુત્રનો જન્મ થયો ત્યારબાદ તેઓને વિચાર આવ્યો કે, અહી ઈગ્લેંડ કરતાં આપણાં ગામમાં જીવન જીવવું વધુ સારું છે એટલે જ તેઓ 2018માં બેરણ ગામ આવીને ખેતી કરવા લાગ્યા અને ભારતીબેન પણ તેમના પતિ સાથે ખેતી કામ કરવા લાગ્યા છે. અજાણ હોવા છતા પણ ખેતીકામ કરવા લાગ્યાં. તેમણે બધુ જ કામ શીખી લીધું અને તો હવે 6 ભેંસોને બે ટાઈમ દોહી પણ લે છે અને રસોઈ પણ હવે જાતે બનાવી લે છે અને જ્યારે તેમને ફ્રી ટાઈમ મળે છે ત્યારે તે ઘોડે સવારી પણ કરી લે છે.
જ્યારે આ દંપતીને પૂછ્યું કે, તમને શા માટે વિદેશ છોડીને ગામડામાં રહેવાનો વિચાર આવ્યો? ત્યારે રામદેવ ભાઈ કહ્યું કે, અહીં અમને વૃદ્ધ માતા-પિતાની સેવા કરવા મળી શકે અને આ કુદરતી વાતાવરણ વચ્ચે રહીને ખેતીકામ કરવું વધુ પસંદ છે, અને હું જ્યારે ખેતીકામના વીડીયો યૂટ્યુબમાં મૂકું ત્યારે આ જોઈને વિદેશમાં રહેતા યુવાનોને પણ એવું લાગે છે કે ગામડાંમા રહીને આપણે જીવનને વધુ માણી શકીએ છે. કેટલાંક યુવાનો પશુપાલન અને ખેતી કરવા માટે આવે છે. જેમાં ભાવનગર, અમદાવાદ, રાજકોટ વગેરે ગામના યુવાનો અત્યારે વિદેશથી આવી ખેતીકામમાં લાગી ગયેલ છે.
ઉપર આપેલા તમામ ફોટોગ્રાફ્સ અમે તેમની યુટ્યૂબ ચેનલ પરથી લીધેલાં છે…