Junagadh News : નોટબંધી 2.O: સરકારે રૂ.2,000ની નોટ પાછી ખેંચી, 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે

Junagadh News
Junagadh News : “નોટબંધી 2.O: સરકારે રૂ.2,000ની નોટ પાછી ખેંચી, 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે; એક સમયે વધુમાં વધુ 10 નોટો બદલાશે!”
– રિઝર્વ બેંક રૂ.2000ની નોટને સર્કુલેશનમાંથી પાછી લેશે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને!
– 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી, ત્યારે સરકારે 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી.
– તેના બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી.
– RBIએ વર્ષ 2019 થી 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું છે.
– આ સાથે RBI એ બેંકોને 23 મે થી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બદલવાની સૂચના આપી છે.
– એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે અને હવેથી બેંકો પણ રૂ.2000ની નોટ નહીં આપે.