Junagadh News : બિપરજોય વાવાઝોડાના કારણે એસટીને 81 લાખનું નુકસાન; 450માંથી 200 બસનું સંચાલન બંધ કરવાની ફરજ પડી હતી.

Junagadh News
Junagadh News : બિપરજોય વાવાઝોડાના કારણે એસટીને 81 લાખનું નુકસાન; 450માંથી 200 બસનું સંચાલન બંધ કરવાની ફરજ પડી હતી.
  • જૂનાગઢ એસટી વિભાગને બિપરજોય વાવાઝોડું નડી ગયું છે, જેને કારણે એસટીને માત્ર 3 દિવસમાં જ 81 લાખથી વધુની આવક ગૂમાવવી પડી છે!
  • જૂનાગઢ એસટી ડિવીઝનના 9 ડેપો છે. આ ડેપો વચ્ચે 450 બસ દોડે છે.
  • વાવાઝોડાની આગાહીને લઈને 450માંથી 200 બસનું સંચાલન બંધ કરવાની ફરજ પડી હતી.
  • પરિણામે માત્ર 3 જ દિવસમાં એસટીને કુલ 81 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
  • ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારના માંગરોળ, વેરાવળ અને પોરબંદર દરિયાઇ પટ્ટીના માર્ગો પરની એસટી બસ સેવાનું સંચાલન સ્થગિત કરી દેવાયું હતું.
  • વધુ માહિતીમાં 13 જૂને 1,234 ટ્રીપ રદ થતા 27,84,050, જ્યારે 14 જૂને 1,173 ટ્રીપો રદ થતા 19,98,529 અને 15 જૂને 1,620 ટ્રીપો રદ થતા 33,20,812 મળી કુલ ત્રણ દિવસમાં 81,03,391 રૂપિયાની આવક એસટીએ ગૂમાવવી પડી છે.
  • જોકે, આવક કરતા લોકોની સલામતીને પ્રાથમિકતા આપી આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

Also Read : Junagadh News : જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરમાં આગામી તા.28 જૂનથી અંધારપટનો ડર; જિલ્લાનાં 800 વીજકર્મીઓ હડતાળમાં જોડાશે.