Junagadh News : પારૂલ યુનિ.ના પારૂલ ઈનોવેશન & એન્ટરપ્રિન્યોર રિસર્ચ સેન્ટર દ્વારા વડોદરા પોલીસ હેકેથોન આયોજન થયું.

Junagadh News
Junagadh News : પારૂલ યુનિ.ના પારૂલ ઈનોવેશન & એન્ટરપ્રિન્યોર રિસર્ચ સેન્ટર દ્વારા વડોદરા પોલીસ હેકેથોન આયોજન થયું.
  • વડોદરા સ્થિત પારૂલ યુનિવર્સિટી ત્યાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉત્કૃષ્ટ યોગદાન આપતી રહી છે.
  • જેના ભાગરૂપે પારુલ યુનિવર્સિટીના પારુલ ઈનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોર રિસર્ચ સેન્ટર દ્વારા વડોદરા ગ્રામ્ય પોલીસના સહયોગથી વડોદરા પોલીસ હેકેથોન-2023 નું આયોજન થયું હતું.
  • જેનો ઉદ્દેશ્ય સમાજના કલ્યાણ માટે ઉકેલો અને વ્યૂહરચના વિકસાવવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો.
  • આ આયોજનમાં દેશભરમાંથી 90 ટીમોએ કુલ 24 સમસ્યા નિવેદનો માટે સક્ષમ અને નવીન ઉકેલો શોધવા માટે ભાગ લીધો હતો.
  • આ હેકેથોન દરમિયાન હાર્દિક માકડિયા (મદદનીશ પોલીસ કમિશનર, સાયબર ક્રાઈમ, વડોદરા) સહિતના મહાનુભાવોએ હાજર રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.