Junagadh News : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 230 કરોડના ખર્ચે થશે ભૂગર્ભ ગટર ફેઇઝ-2 ની કામગીરી, જેમાં મેઇન લાઇનમાંથી શેરી-ગલીઓનું જોડાણ આપવાનું કામ થશે!

Junagadh News
Junagadh News : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 230 કરોડના ખર્ચે થશે ભૂગર્ભ ગટર ફેઇઝ-2 ની કામગીરી, જેમાં મેઇન લાઇનમાંથી શેરી-ગલીઓનું જોડાણ આપવાનું કામ થશે!
– ગત તા.31 મે ના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકનું આયોજન થયું હતું.
– જેમાં મુખ્યત્વે રુ.230 કરોડના ખર્ચે અમૃત યોજના અન્વયે ભૂગર્ભ ગટર ફેઇઝ-2 નું કામ મંજૂર કરવામાં આવ્યું છે.
– આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં પીસી સ્નેહલ કન્ટ્રક્શન દ્વારા નીચા ભાવ અપાતાં કામગીરી આગળ ધપાવવા માટેના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું છે.
– નોંધનીય છે કે; કરોડો રૂપિયાના ખર્ચે મુખ્ય રસ્તાઓ પર ભૂગર્ભ ગટરનું કામ ત્રણેક વર્ષથી ચાલી રહ્યું છે.
– હવે મેઇન લાઇનમાં શેરી-ગલીઓનું જોડાણ આપવા માટે બીજા તબક્કાનું કામ શરૂ થશે, જે કામ પાણી પુરવઠા બોર્ડને બદલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.
– છેલ્લા ત્રણેક વર્ષથી જૂનાગઢવાસીઓ આ કામગીરીથી ત્રસ્ત બની ગયાં છે અને હવે શેરી-ગલીઓના રસ્તાઓ તોડાતાં લોકોને વધુ મુશ્કેલીઓ ભોગવવી પડે તો નવાઈ નહીં!