કેશોદ તાલુકાનાં ટીટોડી, ચાંદીગઢ અને મોટીઘંસારી ગામોમાં તળાવો થશે નવસાધ્ય

કેશોદ : જૂનાગઢ તા.૫, જૂનાગઢ જિલ્લામાં આગામી ચોમાસાની જળરાશીને સંગ્રહિત કરવા જળઅભિયાનાં કામોનો આરંભ થઇ ચુક્યો છે. ગામડાઓમાં જ્યાં ચેકડેમ હોય કે ગામનું તળાવ હોય કે પછી નદી-નાળા કે વોંકળામા કાંપ-માટી ભરાઇ રહેલ હોય તે બધી જગ્યાએ વરસાદી નીરને રોકીને ભુગર્ભમાં ઉતારવા સામુહિક ઝુંબેશનાં રૂપે સુઝલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ જુનાગઢ શહેરનાં લોલ સરોવરનાં કામને પ્રારંભ કરાવીને કેન્દ્રીય મંત્રીશ્રી માંડવીયાએ કરાવ્યો છે. ત્યારે આ કામમાં કેશોદ તાલુકાનાં ચાંદીગઢ, ટીટોડી અને મોટી ઘંસારી ગામો પણ કામથી જોડાઇ ચુક્યા છે.

ચાંદીગઢ ગામે આવેલ ગંગા સાગર તળાવ વર્ષો પહેલા ચાંદીગઢનાં વતની અને ધારાસભ્ય રહી ચુકેલ હઠીસિંહ રાયજાદાએ નિર્માણ કરેલ, આવાત તેમનાં પૈાત્ર ધર્મેન્દ્રસિંહજી મહિપતસિંહજી રાયજાદા કહે છે કે જે આ તળાવ બનાવેલુ છે તે મારા દાદાએ બનાવેલુ છે અને આ તળાવ આખા ગામને લાભદાયી છે જે ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે તેને અમે આવકારીએ છીએ આ તળાવ અમારા ગામની જીવાદોરી સમાન છે. આ જ ગામનાં જેઠાભાઇ માંડાભાઇ પરમાર વાતને વધાવતા કહે છે કે હું ચાંદીગઢ ગામનો ખેડુત છું જે આ તળાવ માટે આ સરકારે નિર્ણય કર્યો છે કાંપ કાઢવાનો અને ઉંડુ ઉતારવાનો તે અમારા પાંચ ગામ માટે ખુબ મોટો લાભ છે. આમા પાણીનો બહુ જ સંગ્રહ થાય તેમ છે. પાંચ ગામના પીવાના પાણીનો ફાયદો છે આ યોજનાથી અમને બહુ જ ખુશી છે. અમારા ગામના હઠીસિંહબાપુએ આ તળાવનો પાયો નાખેલ છે તે તળાવનું પુનઃજીવન થાય તેનાથી ગામને ખુશી છે. જ્યારે વરસાદ બંધ થાય ત્યારે દિવાળી ઉપર ગામવાળા બધા લોકો એક-એક સિમેન્ટની ખાલી થેલીમાં માટી ભરીને નિકાલમાં પાણી રોકવા માટે મુકતા તેનાથી એક ફુટ પાણીનો ભરાવો વધારે થતો જેનાથી એ પણ અમોને મોટો ફાયદો છે. આ વાતને વધાવતા રવજીભાઇ પરમારે જણાવ્યું હતુ કે,આ ગંગાસાગર તળાવથી અમારા કુવાનાં તળ બહું ઉંચા આવેલા છે. અમારે ઉનાળામાં પણ પાણીનો દુષ્કાળ નથી છતાં જે આ સરકારની યોજના નીકળી છે સુજલામ સુફલામ યોજના જે છે તે સારામાં સારી યોજના છે. આ તળાવ થોડુ ઉંડુ ઉતરી જાય તો આજીવન પાણીનો પ્રશ્ન હલ થઇ જાય તેમ છે. અંદરથી કાપ નીકળી જાય તો અમોને ખુબ ફાયદો થાય તેમ છે.
આવી જ વાત ટીટોડી ગામનાં યુવા આગેવાન કમલેશભાઇ માકડીયાએ કહેતા જણાવ્યુ હતુ કે અમને અહીં સૂજલામ સુફલામ યોજનાનો લાભ મળે તો સારૂ આ તળાવ ઉંડુ કરવાથી પહેલા કરતા પણ વધારે ફાયદો થાય તેમ છે, અમારા ગામમાં જો ગ્રામ તળાવ ઉંડુ થશે તો વરસાદનું પાણી સંગ્રહ થશે અને તેનો સીધો લાભ ખેડુતોને સિંચાઇમાં થશે. આ જ વાતને સમર્થન આપતા ગામનાં ખેડુત મેઘજીભાઇ પીઠીયા- આ તળાવના કાંઠે જ મારી વાડી વિસ્તાર છે. હું ત્યાં રહુ છુ. ખરેખર આ તળાવ ઉંડુ થાય તો દરેક ખેડુતોને ફાયદો થાય તેમ છે. પાણીનો સંગ્રહ થાય તો ૧૦૦ ટકા તળાવ ભરાય જાય તેનાથી મગફળી પાકી જાય તેમ જણાવ્યુ હતુ. તો મોટી ઘંસારી ગામનાં યુવા નેતા રાજેન્દ્રભાઇ પરમારે જણાવ્યુ કે જળ હશે તો જ કૃષિને ફાયદો થશે. ગામનાં જળસંગ્રહો ઉંડા ઉતારવાથી તેમાં વરસાદી પાણીનો સંગ્રહ થવાથી ભુતળના જળસ્તર ઉંચા આવશે .. આ વાતે વધાવતા ગ્રામ પંચાયતનાં સદસ્ય શ્રી રાજેન્દ્રભાઇએ જણાવ્યુ હતુ કે અમારા ગામની સીમમાં બે મોટા તળાવ છે તેમાં ઘણાં પાણીનો સંગ્રહ થાય તેમ છે. આ તળાવમાંથી માટી કાઢવામાં આવશે તો જળસંગ્રહ થતાં અમારૂ ગામ પાણીદાર ગામ બનશે. કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામનાં સરપંચ શ્રી કીશોસિંહજી રાયજાદા એ સુઝલામ સુફલામ યોજનાને આવકારતા જણાવ્યુ હતુ કે જળ હશે તો જ જીવન હશે.

Also Read : Boost your Brand Awareness on Instagram with these 8 Tips in 2019!