Junagadh News : ચંદ્રયાન-3 હવે ચંદ્રથી માત્ર 153 કિમી જ દૂર; 17 ઓગસ્ટે લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલ અલગ થશે, 23 ઓગસ્ટે લેન્ડિંગ કરશે!

Junagadh News : ચંદ્રયાન-3 હવે ચંદ્રથી માત્ર 153 કિમી જ દૂર; 17 ઓગસ્ટે લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલ અલગ થશે, 23 ઓગસ્ટે લેન્ડિંગ કરશે!
  • ઈસરોએ આજરોજ તા.16મી ઓગસ્ટે ચોથી વખત ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા બદલી; હવે 153 કિમી X 163 કિમી નજીકના ગોળાકાર ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું છે.
  • આ માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ સવારે 8.30 વાગ્યે થોડા સમય માટે યાનના થ્રસ્ટર્સને ફાયર કર્યા હતા, અગાઉ ચંદ્રયાન 150 કિમી x 177 કિમીની ભ્રમણકક્ષામાં હતું.
  • આવતીકાલ તા.17 ઓગસ્ટ એ ચંદ્રયાન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ દિવસ છે; કેમકે આ ISRO ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડરથી અલગ કરશે.
  • જે બાદ તા.23 ઓગસ્ટે લેન્ડિંગ થશે.
  • ચંદ્રયાનમાં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે; લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને 14 દિવસ સુધી પ્રયોગો કરશે.
  • જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે, લેન્ડર અને રોવર ચંદ્ર પર પાણીની શોધ કરશે.
  • ચંદ્રયાન તા.5 ઓગસ્ટના રોજ પ્રથમ વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું ત્યારે તેની ભ્રમણકક્ષા 164 કિમી x 18,074 કિમી હતી. ભ્રમણકક્ષામાં પ્રવેશ કરતી વખતે, તેના ઓનબોર્ડ કેમેરાએ ચંદ્રની તસવીરો પણ કેદ કરી હતી.