Janhvi Kapoor : જાણો કોણ છે જ્હાન્વી કપૂરના દિલ પર રાજ કરનાર તેનો ક્રશ અભિનેતા….

Janhvi Kapoor

Janhvi Kapoor : બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જ્હાન્વી કપુર બોલિવૂડમાં ડેબ્યું કર્યા બાદ આજકાલ ખૂબજ ચર્ચામાં રહે છે. “ધડક“ ફિલ્મથી જ્હાન્વી કપૂરની ફેન ફોલોઈંગ ખુબજ વધારે છે. ઘણા યુવાનો એવા છે જેમનેજ્હાન્વી પર ક્રશ છે, પરંતુ શું તમે જાણો છો કે જ્હાન્વી કપૂરને કોના પર ક્રશ છે? janhvi kapoorJanhvi Kapoorહાલમાં જ એક  રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે કે,જ્હાન્વી કપૂરનો ક્રશ કોણ છે. આ ક્રશ બોલિવુડ ઈન્ડસ્ટ્રી સાથે જ જોડાયેલી વ્યક્તિ છે. થોડા સમય પહેલા જ ‘ધડક’ ફેમ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે ખુલાસો કર્યો કે તે ઘણા લાંબા સમયથી રાજકુમાર રાવને પસંદ કરી રહી છે, આ વાત તેને  ઈન્સ્ટાગ્રામ પર પણ વ્યક્ત  કરી હતી કે તેને  રાજકુમાર પ્રત્યે પ્રેમ છે.

જ્હાન્વીએ તેમ પણ કહ્યું કે, એક્ટરને ખબર નહોતી કે તેની સાથે કેવી રીતે ડીલ કરે અને તે અજીબ પણ લાગતું હતું. જ્હાન્વીના કહેવા પ્રમાણે રાજકુમાર રાવે ઘણી કોમેન્ટ કરી હતી, જ્યારે તેનું અકાઉન્ટ પબ્લિક માટે વેરિફાઈડ નહોતું. તે સમયે તેનું અકાઉન્ટ પ્રાઈવેટ હતું. જ્હાન્વી આ વાત કહેવાથી તે ખૂબજ ચર્ચામાં છે જેના લીધે હાલ તેની આ વાત વાઇરલ થઈ રહી છે.

જ્હાન્વીની આવનાર ફિલ્મોની વાત કરીએ તો હાલ તે ગુંજન સક્સેનાની બાયોપિકનું શૂટિંગ કરી રહી છે. આ સિવાય તે કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’ માટે પણ ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં જ્હાન્વી સિવાય રણવીર સિંહ, કરીના કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર પણ મુખ્ય ભૂમિકામાં હશે.

#TeamAapduJunagadh

Also Read : Corona news : ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ કોરોનાના દર્દીઓ નોંધાયા