Hottest Actresses : ટીવી સિરિયલોની લોકપ્રિયતા ફિલ્મોની જેમ જ દિવસે દિવસે વધી રહી છે. સિરિયલો પોતાનો બહોળો દર્શકવર્ગ ધરાવે છે. ટીવી અભિનેત્રીઓ પણ ફિલ્મ અભિનેત્રીઓથી કઈ ઓછી ઉતરે એવી નથી. આજકાલની ટીવી અભિનેત્રીઓ ફિલ્મ અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે એટલી સુંદર છે. પરંતુ આ અભિનેત્રીઓ પોતાની કેરિયરના શરૂઆતના દિવસોમાં એટલી સુંદર નહતી લાગતી પરંતુ નામ, કામ અને પૈસાના જોરે તેઓ પોતાનો દેખાવ બદલી નાખવામાં સફળ રહી છે. આજે તેઓ કોઈ ફિલ્મ અભિનેત્રીઓને પણ ઝાંખી પાડી દે એટલી ખૂબસૂરત દેખાય છે. તેમના પણ લાખો ફેન ફોલોવેર્સ છે.
શ્વેતા તિવારી:
“કસૌટી ઝિંદગી કી” થી પોતાના કરિયરની શરૂઆત કરનાર શ્વેતા પહેલા એક સામાન્ય યુવતી લાગતી હતી, પરંતુ આજે બદલાતા સમયની સાથે શ્વેતાનો લૂક પણ ખાસ્સો બદલાય ગયો છે. આજે એક ટીનએજ પુત્રીની માતા હોવા છતાં શ્વેતા ખૂબજ સુંદર અને હોટ લાગે છે. Hottest Actresses
હિના ખાન:
“યે રિશ્તા ક્યાં કહેલતા હૈ”ની અક્ષરા એટલે કે હીના ખાન પોતાના શરૂઆતના દિવસોમાં એક સીધી સાદી યુવતી લાગતી હતી. સિરિયલમાં આદર્શ વહુ લાગતી હીના આજકાલ ખૂબજ હોટ અને બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. ‘કસૌટી ઝીંદગી કી’માં કોમોલિકાના રોલમાં હીનાની સુંદરતાનો કોઈ જવાબ નથી.
મૌની રોય:
“ક્યૂંકી…”માં ક્રિષ્ના તુલસીના પાત્રથી ટેલીવિઝનમા કદમ મૂકનાર મૌનીને તેના ફેન્સએ સિરિયલમાં જુએ તો કદાચ ઓળખી પણ ના શકે એવી સીધી અને સિમ્પલ લૂક ધરાવતી મૌની આજે મોસ્ટ બ્યૂટીફૂલ અને સેક્સી ટીવી અભિનેત્રી છે. સોશિયલ મીડિયા પર આજે એના કરોડો ફેન્સ એની સુંદરતાના દિવાના છે.
નીયા શર્મા:
“એક હઝારો મે…” સિરિયલમાં નાની બહેનનું પાત્ર ભજવનાર નિયા પોતાના હોટ અને બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. સિરિયલમાં નાના શહેરની સીધી યુવતીનું પાત્ર ભજવનાર નિયા આજે સેક્સીએસ્ટ ગર્લ તરીકે પ્રખ્યાત છે.
જેનિફર વીંગેટ:
‘દિલ મિલ ગયે’ની એ માસૂમ રિધિમાને કોઈ કેવી રીતે ભૂલી શકે! આ માસૂમ રિધિમા એટલે કે જેનિફર આજે ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. જેનિફર અત્યારે એટલી સુંદર દેખાય છે કે ઘણા અભિનેતાઓ તેને લગ્ન માટે પ્રપોઝ કરી ચૂક્યા છે.
દિવ્યાંકા ત્રિપાઠી:
‘બનુ મે તેરી દુલ્હન’ સિરિયલમાં વિદ્યા નામની મધ્યમ વર્ગીય સાધારણ યુવતીનું પાત્ર ભજવનાર વિદ્યા શરૂઆતના દિવસોમાં એક સાધારણ યુવતી લાગતી હતી, પરંતુ હવેની વાત કરીએ તો, વિદ્યા આજે ખૂબજ સ્ટાઇલિશ અને સુંદર લાગે છે.
પ્રાચી દેસાઇ:
‘કસમ સે’ સિરિયલની માસૂમ બાની એ સમય કરતાં આજે એકદમ અલગ એટલે કે ખૂબ જ સુંદર દેખાય છે. ટીવી સિરિયલની સાથે ફિલ્મોમાં કામ કરનાર પ્રાચી આજે કોઈ હીરોઇન કરતાં કમ નથી લાગતી. આ બધી જ અભિનેત્રીઓ આજે ખુબજ સુંદર દેખાય છે, પરંતુ પોતાની કરિયરના શરૂઆત ના સમયમાં તેઓ ખૂબ જ સાધારણ લાગતી હતી. બદલાતા સમયની સાથે આ અભિનેત્રીઓ બોલ્ડ અને બ્યુટીફૂલ લાગે છે.
Author: Urvashi Deshani #TeamAapduJunagadh
Also Read : Historic Junnagadh Museum : ઇતિહાસની અનેક યાદો સંગ્રહીને સ્થિત થયેલું જૂનાગઢ સંગ્રહાલય