Election Ink : ચુંટણીમાં આંગળી પર નિશાન કરવા વપરાતી શાહીમાં છુપાયેલી છે આ રસપ્રદ વાતો

Election Ink

Election Ink : આગામી સમયમાં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર સજ્જ બની ગયું છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં ચૂંટણીની પ્રક્રિયામાં મતદારની આંગળી પર લગાવવામાં આવતી શાહીની ભૂમિકા અત્યંત મહત્વની બની રહે છે. આ શાહીની બોટલમાં 10 મી.લી. શાહી હોય છે. એક શાહીની બોટલમાંથી અંદાજે 350 મતદારને નિશાન કરી શકાય છે. રસપ્રદ વાત તો એ છે કે, 2004 સુધી મતદારની આંગળી પર એક ટપકું જ કરાતું, પરંતુ વર્ષ 2006 ચૂંટણી પંચે એક લાંબી લાઈન ખેંચવાનો નિર્દેશ આપ્યો હતો.આ વખતે 90 કરોડ મતદારની આંગળી પર શાહી લગાવવા માટે 26 લાખ બોટલ મંગાવવામાં આવી છે. જેની પાછળ 33 કરોડ રૂપિયા જેટલો જંગી ખર્ચ થશે.

Election Ink

ચૂંટણીમાં વપરાતી શાહી વિશે  આ જાણો છો?

ચૂંટણીની શાહીને સૌથી પહેલા મૈસુરના મહારાજા નાલવાડી કૃષ્ણરાજ વાડિયારે મૈસુર લેક એન્ડ પેઇન્ટ લિમિટેડ કંપનીમાં બનાવડાવી હતી. આ કંપનીની સ્થાપના 1937માં કરવામાં આવી હતી. જોકે ચૂંટણી પ્રક્રિયામાં તેનો ઉપયોગ 1962ની ચૂંટણીમાં કરવામાં આવ્યો. ભારતમાં ફક્ત બે કંપનીઓ જ છે, જે વોટરઇન્ક બનાવે છે. પહેલી હૈદરાબાદ રાયડુ લેબ્સ અને બીજી મૈસુરમાં મૈસુર પેઇન્ટ એન્ડ વૉર્નિશ લિમિટેડ. આ બંને કંપનીઓ આખા દેશને વોટિંગ માટે શાહી સપ્લાય કરતી હતી. અહીં સુધી કે તેમની ઇન્ક વિદેશમાં પણ જાય છે.

Election Ink

આ ઈન્કને બનાવવામાં સીલ્વર નાઈટ્રેટનો ઉપયોગ થાય છે. સિલ્વર નાઇટ્રેટની ખાસ વાત એ છે કે, સૂર્યપ્રકાશમાં રહેલા અલ્ટ્રાવાઇલટ કિરણો તેમના ઉપર પડ્યા બાદ તે એક નિશાની છોડી જાય છે. જે સરળતાથી સાફ નથી થતો અને લાંબો સમય સુધી ટકી રહે છે. આ શાહીને બનાવવાની પ્રોસેસને સિક્રેટ જ રાખવામાં આવે છે. જોકે તેને નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઇન્ડિયાના ફોર્મુલાથી તૈયાર કરવામાં આવે છે.

ભારત ઉપરાંત આ ઇંકનો ઉપયોગ મોજાબીક, દક્ષિણ આફ્રિકા ,જામ્બિયા જેવા દેશોમાં થાય છે, આટલું જ નહીં યુકે,મલેશિયા, તુર્કી,ડેનમાર્ક અને પાકિસ્તાનમાં પણ આજ ઇંકનો ઉપયોગ થાય છે.

#TeamAapduJunagadh

Also Read : વિવિધ મંદિરોમાં ધજા શા માટે ફરકાવવામાં આવે છે?