Cyber Expert Shashank Mehta : આ યુવાને ફરીથી શોધી કાઢી ફેસબૂકની ભૂલ, જે બદલ મળ્યું તેને 2000 ડોલરનું ઈનામ!

Cyber Expert Shashank Mehta

Cyber Expert Shashank Mehta : આજના આ આધુનિક યુગમાં લોકો સોશિયલ મીડિયાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. લોકો પોતાનીદિનચર્યાથી લઈને પોતાની લાગણીઓ પણ આજકાલ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.ફેસબૂક અને વોટ્સએપ આજે માણસની જિંદગીનો અભિન્ન ભાગ બની ગયા હોય એવું લાગે છે! એવામાં કરોડો યુઝર્સ ધરાવતા ફેસબૂકમાંપણ કઈ ખામી હોય એવું બની શકે ખરું!!? હા,બની શકે અને એ ખામીને શોધનાર માણસ આપણાં જેવોજ સામાન્ય માણસ છે. તો ચાલો જાણીએ શું હતી એ ખામી,અને કોણ છે એ ખામી શોધનાર વ્યક્તિ!!

Cyber Expert Shashank Mehta

હિમાચલપ્રદેશના બિલાસપુરનો રહેવાસી અને યુવા સાઇબર એક્સપર્ટ શશાંક મેહતાએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબૂકની ખામી શોધી કાઢી છે. ફેસબૂકએ પોતાની ખામી શોધવા માટે શશાંક મેહતાને હૉલ ઓફ ફેમમાં 15મો ક્રમાંક આપ્યો છે.તેમજ તેની સાથે 2 હજાર યુએસ ડોલર એટલે કે લગભગ 1 લાખ 38 હજાર રૂપિયાની પુરસ્કાર રકમ પણ આપી છે.આ પહેલા પણ શશાંકને ખામી શોધવા માટે 500 ડોલર મળ્યા હતા.

Cyber Expert Shashank Mehtaજાણકારી અનુસાર ફેસબૂકમાં ફેક એકાઉન્ટ બનાવવા માટે તેમજ બીજા કોઇની પ્રોફાઇલ ફોટો પોતાના પ્રોફાઇલમાં મૂકવા જેવી શંકાસ્પદ એક્ટિવિટી જ્યારે સર્વરની પકડમાં આવે તો, ફેસબૂક દ્વારા યુઝરનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવતું હતું.આ અકાઉન્ટ ત્યાં સુધી બ્લોક રહેતું હતું, જ્યાં સુધી યુઝર પોતાની અસલી ઓળખ પ્રમાણિત ન કરે.પરંતુ શશાંક એ બતાવ્યું કે કઈ રીતે આ બ્લોક એકાઉન્ટ પરથી પણ પોસ્ટ કરી શકાય છે.ફેસબૂકએ પોતાની આ ખામીને સ્વીકારી અને શશાંકને ઈનામ આપી સમ્માન કર્યું.

શશાંક મહેતાએ LPU જલંધરમાંથી એમસીએની ડિગ્રી મેળવી છે.ગુડગાંવમાં એક વર્ષ સુધી જોબ કર્યા બાદ શશાંક અત્યારે સાઇબર સિક્યોરિટીનું કામ કરે છે.ફેસબૂકએ શશાંકના આ કામ માટે તેનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આ મુદ્દાની સમીક્ષા કર્યા બાદ અમે નક્કી કર્યું છે કે, તમને 2000 ડોલરની રકમથી પુરસ્કૃત કરવામાં આવે.તમારા આ રિપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર,અમે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ તમારા તરફથી આવા રીપોર્ટ્સ મળતા રહેશે.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : Madhuri Rejects Bollywood Singer : આ બોલીવૂડ સિંગર સાથે માધુરીના લગ્ન થવાના હતા, આ કારણે માધુરીને કરી રિજેક્ટ. જુઓ તસ્વીરો…