World Inbox Academy : જીવનને મળશે કારકિર્દીની એક નવી દિશા, “વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી”ના સથવારે

World Inbox Academy : વર્તમાન યુગને સ્પર્ધાત્મક યુગ કહીએ તો પણ ખોટું નથી! કેમકે આજના સમયમાં આપણને દરેક ક્ષેત્રમાં હરીફાઈ જોવા મળી રહી છે. આ હરીફાઈ વચ્ચે અડગ રીતે ટકી રહેવા માટે દરેક બાબતનું જ્ઞાન હોવું જરૂરી છે. વર્તમાન સમયમાં દરેક યુવાનો એવું ઇચ્છતા હોય છે કે, તેઓને સરકારી નોકરી મળે અને તેની લાઈફ સેટ થઈ જાય! પરંતુ આ વિચારવા જેટલું સરળ નથી, એનું કારણ છે સ્પર્ધા. અત્યારે પ્રત્યેક સરકારી નોકરીની જગ્યાઓ માટે જરૂર કરતાં કેટલાય વધારે ઉમેદવારો અરજી કરતાં હોય છે. જેને પરિણામે એક સ્પર્ધા રચાઇ છે. World Inbox Academy

World Inbox Academy

આ સ્પર્ધાને પહોંચી વળવા સરકાર દ્વારા યોગ્ય લાયકાત અને જ્ઞાન ધરાવતા ઉમેદવારો પસંદ કરવા પરીક્ષાઓ લેવામાં આવે છે. આ પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરીને જ જે તે ઉમેદવાર પોતાનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરી શકે છે. ત્યારે ઉમેદવારોને એક સવાલ જરૂર થાય કે, આ પરીક્ષામાં સફળતા મેળવવા શું કરવું? કોનો આધાર લેવો? સામાન્ય રીતે પરીક્ષામાં પાસ થવાના ઇરાદે ઉમેદવાર બજારમાં મળતા અનેકવિધ સાહિત્યમાંથી “શું વાંચવું?” જેવા કેટલાય સવાલોના વંટોળમાં ફસાઈ જાય છે. બિનુપયોગી સાહિત્ય વાંચવામાં પોતાનો સમય વિતાવે છે, જેને કારણે તે સફળતા મેળવી શકતા નથી અને નિરાશા અનુભવે છે.

World Inbox Academy

ત્યારે અમે આપની નિરાશાને હતાશામાં બદલવા એક એવું નામ જણાવીએ, જે ન કેવળ શ્રેષ્ઠ પ્રકાશન છે પરંતુ તેમના દ્વારા ચલાવવામાં આવતા કોચિંગ ક્લાસ પણ આજે યુવાનોને સફળતા તરફ દોરી રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનોમાં પ્રિય અને વિશ્વસનીય બનેલા “વર્લ્ડ ઇનબોક્સ” પ્રકાશન દ્વારા આપણાં જૂનાગઢનાં મોતીબાગ વિસ્તારમાં શરૂ કરાઇ છે એક ખાસ એકેડેમી. જેનું નામ છે “વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી”. જ્યાં વિદ્યાર્થીઓને જુદાં-જુદાં વિષયોમાં પારંગત ફેકલ્ટીઝ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાને હસતાં હસતાં પસાર કરવાની રીત સાથે વિવિધ વિષયોનું માળખાગત શિક્ષણ અપાઈ રહ્યું છે.

એકદમ નવીન ઢબથી તૈયાર થયેલા એર કન્ડિશન ક્લાસરૂમ સાથે ચાલી રહેલી આ એકેડેમીમાં વિદ્યાર્થીઓને અઘરા લાગતાં અંગ્રેજી, ગણિત અને કરન્ટ અફેર્સ જેવા વિષયો પર વધું ભારણ આપવામાં આવે છે. વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી તરફથી વિદ્યાર્થીઓને જરૂરી પુસ્તકો તથા મેગેઝીન જેવું સાહિત્ય પણ પૂરું પાડવામાં આવે છે જેથી અન્ય સાહિત્ય વાંચવાની ઝંઝટમાંથી છૂટકો મળે છે. 300+ ટેસ્ટ (ડેઇલી + વિકલી + મંથલી + દરેક વિષયની ટેસ્ટ) દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનની કસોટી કરવામાં આવે છે. પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ માટે ખાસ ફ્રી ડેમો લેક્ચરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો હવે તમારાં લક્ષ્યાંકને નક્કી કરી આજે જ મુલાકાત લો…

ફ્રી ડેમો લેક્ચર: 

તારીખ: 24, 25 અને 26 માર્ચ, 2019
સમય: 10.30 થી 1.30 વાગ્યા સુધી
સરનામું: વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી, બીજો માળ, ગુણાતીત પ્લાઝા, કૃષિ યુનિવર્સિટી ગેટ નં.2ની સામે, મોતીબાગ, જૂનાગઢ.
સંપર્ક: 7575003111

#TeamAapduJunagadh

Also Read : વાંદરાઓને બટેટા ખવડાવવા એ શું સાચી જીવદયા છે? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?