Ranveer : રણવીર સિંહની ફિલ્મ સિમ્બા ખુબજ સુપરહિટ રહી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ખુબજ ધૂમ મચાવી દીધી. આ ફિલ્મે 230 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી લીધી છે. આ દરમિયાન રણવીરે એક વિડિઓ શેર કર્યો છે જે વધુને વધુ વાયરલ બની રહ્યો છે. આ વિડીયોમાં દીપિકા બોલે છે કે ‘એ આયા પુલિસ’. ત્યારે આ વિડિયોમાં કોમેન્ટ મારતા રણવીરે લખ્યું, ‘માય ચીઅર લેડી’. આ વિડિઓ ખૂબજ રોમેન્ટીક છે. આ વિડિયોએ પ્રશંસકોને પણ ઘેલું લગાડ્યું છે.
આ સમયે દીપિકાએ ફરીથી રણવીરની પોસ્ટ ઉપર આઇ લવ યુ લખીને કોમેન્ટ કરી. જ્યારે દિપીકા ફરી બીજી કોમેન્ટ મારતા લખે છે કે ‘તને મનોરંજીત કરવા મારે શું શું કરવું પડે છે!!’ આ કોમેન્ટ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ હતી.
રણવીરે થોડા સમય પહેલા ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમની પત્ની દિપીકા વિશે ઘણાં ખુલાસા કર્યા હતા. તેમાં તેઓએ કહ્યું કે,’દીપિકા એકદમ ઘરેલું અને સીધી સાદી છોકરી છે. તે જ સમયે, તેમણે કહ્યું કે દીપિકાના પતિ બન્યા પછી તેઓ ખુબજ સારું ફિલ કરી રહ્યા છે. દીપિકાના પતિ બન્યા પછી તેઓ પોતાને લાખોમાંના એકમાં માને છે.
રણવીરે કહ્યું, “હું પોતાને વિશ્વમાં સૌથી વધુ નસીબદાર માનું છું કે, દીપિકાએ મારી સાથે લગ્ન કર્યા. લગ્ન પછી મને લાગે છે કે, હું દીપિકાને પસંદ કરનારાઓ લાખોમાંથી એક છું. તેનાથી વિશેષ શું હોય શકે?’ રણવીરનું આ નિવેદન સાંભળીને, તે કહેવું ખોટું નથી કે તેઓ દીપિકાને ખૂબ માન આપે છે. તે પોતાને તક મળે એટલે તેમની પત્નીની પ્રશંસા અવશ્ય કરે છે. આ પરથી એવું પણ સાબિત થઈ જાય કે, રણવીર અને દિપીકા એકબીજાને ખુબજ પ્રેમ કરે છે.
https://www.instagram.com/p/Bsfi_0OhhP9/?utm_source=ig_web_copy_link