Ranbir and Alia : રણબીર કપૂર અને આલિયા ભટ્ટના પ્રેમ સંબંધની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. ધીમે ધીમે બંનેએ મીડિયા સામે પોતાના પ્રેમની કબૂલાત પણ શરૂ કરી દીધી છે. હાલતા ચાલતા બંને એકબીજા સાથે જોવા મળી રહ્યા છે. વિતેલા સમયમાં સિને એવોર્ડ વખતે બંને એ હાથમાં હાથ નાખીને ડાન્સ કર્યો હતો અને એકબીજાને ગળે પણ મળ્યા હતા.
https://twitter.com/RanbirKingdom/status/1112303103427129345
જે વખતે રણબીરને ફિલ્મ ‘સંજુ’માં બેસ્ટ એક્ટર માટે એવોર્ડ મળ્યો. જ્યારે આલિયાને વ્યુઅર્સ ચોઈસ બેસ્ટ એક્ટર(ફિમેલ) નો એવોર્ડ મળ્યો. રણબીર કપૂરને એવોર્ડ દેવા માટે આલિયાને જ પસંદ કરવામાં આવી. આલિયાએ રણબિરનું નામ જાહેર કર્યું, રણબીર સ્ટેજ પર પહોંચ્યા, એવોર્ડ લીધો અને ફરી આલિયાને હગ કરી ગળે મળ્યા.
https://twitter.com/RanbirKingdom/status/1112298322952404992
જેના પછી એવોર્ડ મળવાની ખુશીમાં એક નાની સ્પીચ પણ આપી. જેમાં તેઓએ કહ્યું કે ‘સંજુ’ની સમગ્ર ટિમ નો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે તેમના પિતા અને માતાને પણ ખાસ યાદ કરીને ધન્યવાદ કર્યું. જ્યારે રણબીર તેના માતપિતા વિશે વાત કરી રહ્યા હતા ત્યારે આલિયા ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખોમાથી આસું આવી ગયા હતા.
https://twitter.com/i/status/1112301450460315648
રણબીરની સ્પીચનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થયો. આ વિડિયોમાં આલિયા પોતાના આંસુ લૂછતી નજરે આવી. રણબીર કહે છે કે આજકાલ તેના પિતા રિશી કપૂર ખુબજ ખરાબ હાલતમાં સમય પસાર કરી રહ્યા છે. તેઓની તબિયત ખરાબ છે. તેઓને એ જ ચિંતા રહ્યા કરે છે કે તેઓ જ્યારે ફરી એન્ટ્રી કરશે ત્યારે તેને કામ મળશે કે નહીં.
તેઓ જ્યારે મને મળે છે ત્યારે ફિલ્મ સંબંધિત વાતો જ કરે છે. રણબીરે તેમની માતા નીતુ કપૂરને પણ યાદ કર્યા. જણાવી દઈએ કે આલિયા અને રણબીર બંને સાથે અયાન મુખરજીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. આ પહેલી વખત થશે જ્યારે બંને સિલ્વર સ્ક્રીનમાં સાથે જોવા મળશે. આલિયા અને રણબીરની ‘બ્રહ્માસ્ત્ર’ 20, ડિસેમ્બરના રોજ રિલિઝ થશે.
Also Read : Prena Left Kasoti : કસોટીમાં શું હવે પ્રેરણા લેશે વિદાય ? જોવા મળશે પ્રેરણા નવો અવતાર , આવો હશે ટ્વિસ્ટ…