Prachi Shah New Look : સમયના તાંતણા છે આપડી વચ્ચે દૂરતા હોય કે નિકટતા શું ફેર પડે છે ! ફેલાઈ જવાના છે આ સૂરજ ના કિરણો ઉગતા હોય કે આથમતા શું ફેર પડે છે ! આ કવિતા સૌ કોઈને યાદ હશે ! ગુજરાતી ફિલ્મ શુભ આરંભ સૌ કોઈને યાદ હશે. આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને એમાં પણ આ ફિલ્મમાં યુવા પેઢી ના પ્રેમની સાથે પહેલાની પેઢીનો પ્રેમ અને તેમના લગ્ન જીવન સંબધની જવાબદારીઓ સમજાવતી ફિલ્મ હતી. આ ફિલ્મમાં રિધિમા એક રિલેશનશીપ કન્સલટ હોય છે, જે લોકો ના લગ્ન સંબધને જોડતી હોય છે પરંતુ પોતે જ આ સંબધથી દૂર રહેવા માંગતી હોય છે.
આ ફિલ્મ શુભ અને રિધિમા ના લગ્ન પર આધારિત હતી, પરંતુ જ્યારે રિધીમાંને ખબર પડે છે કે એ જે ઘરમાં લગ્ન કરીને જવાની છે , ત્યાં તેના પગ મુક્તાની સાથે તેમના સાસુ-સસરા અલગ થઈ જવા ના છે. અનુપન અને મનસ્વી બંને એક બિજાને હવે ઉંમરની સાથે સમજતાં નથી. અનુપમને એમ લાગે છે કે મનસ્વીને હવે અનુપન સાથે રહેવું નથી ગમતું અને તેની હાઇ સોસાયટીમાં તે હવે તેની સાથે શુટ નથી થઈ શકતો. બીજી તરફ મનસ્વી પણ એવું લાગે છે. લગ્ન ના 24 વર્ષ પછી બસ એક નાની ગેર સમજ ના લીધે બંને એક બિજાથી દૂર જવા માગે છે. રીધીમાં કેટલા લોકોના ઘર તૂટતાં તેને ફરીથી જોડ્યા છે, ત્યારે તેના સસરા અને સાસુને ફરી સમજાવા માગે છે કે માત્ર એક ગેરસમજ ના લીધે તમે બને અલગ ના થાવ.
બસ ! અંત માં અનુપન અને મન્સ્વી એક-બીજા ના પ્રેમ ઓળખી જાય છે. આ ફિલ્મ એક નવા વીષય પર બંનાવામાં આવી હતી. આ ફિલ્મમાં મનસ્વી નો રોલ પ્લે કરનાર પ્રાચિ શાહ ના ખૂબ વખાણ થયા હતા. તેનેઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે, આ સિવાય હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. આજે પણ તે આટલી ઉંમરે ખૂબ સુંદર લાગે છે.
ગુજરાતની આ ભૂમિએ ઘણા કલાકારો આપ્યા છે, જે ફિલ્મો અને સિરિયલની દુનિયામાં એક નવી ઓળખ ઊભી કરી છે. આજે જ્યાં જોવો ત્યાં બસ ગુજરાતીની બોલ બાલા છે. પ્રાચિશાહએ વિશ્વાસ પંડ્યા સાથે લગ્ન કર્યા છે અને તે તેના લાઈફમાં ખૂબ વ્યસત છે, કલર્સ પર તેની સ્વભીમાન સિરિયલથી ખૂબ લોક પ્રિય થઈ હતી.
Also Read : જૂનાગઢ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં રીમોટ થી ચલાવાતા ડ્રોન પર મનાઇ ફરમાવેલ છે.