દેશ અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે ઓળખાતા મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને કોણ નહીં ઓળખતું હોય? એક સફળ બિઝનેસ ટાયકુનની વાઈફ પોતે એક બિઝનેસ વુમન તો છે જ, ઉપરાંત તેઓ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ઓનર પણ છે. એમના એવા ઘણા શોખ છે, જેમના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે, આવો જાણીએ એમના એ મોંધેરા શોખ વિશે…
તેઓ પોતાના દિવસની શરૂઆત “3 લાખની ચા” સાથે કરે છે. આ ચા જાપાનની એક પ્રખ્યાત અને સૌથી જૂની કંપની ક્રોકરી બ્રાન્ડ “નોરીટેક”ના કપમાં ચા પીવે છે. આ એક કપની કિમત 3 લાખ રૂપિયા છે. આ વાત તેમણે ખુદ એક ઇન્ટરવ્યુમાં જણાવી હતી. નોરીટેક ક્રોકરીની ખાસ વાત એ છે કે આમાં સોનાની બોર્ડર છે અને આના 50 પીસના સેટની કિમત દોઢ કરોડ રૂપિયા છે.
તેઓ પહેલા વધારે જાડા હતા, પણ નૃત્ય અને ડાયેટ કરીને તેઓ પાતળા થઈ ગયા છે. તેઓ આજે એક ફિટ ફિગરવાળા સેલિબ્રિટી બની ગયા છે. તેમને સ્ટ્યાઈલીશ ચંપલનો બહુ શોખ છે. તેઑ ચંપલ એકવાર પહેર્યા પછી રિપીટ નથી કરતાં.
તેમના પાસે પાડ્રો, ગાર્સિયા, જિમીચું, પેલમોડા અને માર્લિન જેવી બ્રાન્ડ્સના ચંપલ અને સેન્ડલ છે. આ બ્રાન્ડની શરૂઆત જ 1 લાખ રૂપિયાથી થાય છે.
નીતા અંબાણી પાસે દુનિયાના સૌથી મોંઘા હેંડબેગનું કલેક્શન છે. તેઓ હેંડબેગ માટે શનેલ, ગોયાર્ડ અને જીમીચુ જેવી બ્રાન્ડ પસંદ કરે છે. તેમના દરેક બેગમાં ડાયમંડ જડેલા હોય છે, આ બેગની શરૂઆત જ 3 થી 4 લાખ રૂપિયાથી થાય છે.
આ ઉપરાંત નીતા અંબાણી બ્રાંડેડ ઘડિયાળના પણ શોખીન છે. તેમના વોચ કલેક્શનમાં બ્લ્ગેરી, કાર્ટીજયર, રાડો, ગુચી, કેલ્વિન ક્લેઈન અને ફોસિલ જેવી મોંધમાં મોંધી બ્રાન્ડ્સ છે.
નિતાની લગભગ બધી જ જ્વેલરીમાં હીરાઓ લગાવેલ હોય છે. આનાથી સાબિત થાય છે કે તેઓ હીરાની દિવાની છે.
નીતા અંબાણી ફક્ત દુનિયામાં ફેમસ જ છે એવું નથી, પરંતુ તેમણે પહેરેલા કપડાઓ પણ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા બનાવે છે. પોતાની જ કંપનીના સીઈઓની પુત્રીના લગ્નમાં તેઓએ આ સાડી પહેરી હતી, આ સાડીને બનાવવા એક વર્ષ લાગ્યું હતું.
તો, આ હતા નીતા અંબાણીના હાઈફાઈ શોખ, જેને સાંભળીને કોઈને પણ ચક્કર આવી જાય…
Author: Morvee Raval #TeamAapduJunagadh