દયાબેન, સોનુ બાદ આ પાત્ર ત્રીજું પાત્ર પણ લઈ રહ્યું છે વિદાઈ “તારક મહેતા કા….” માંથી !!

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ’’ આ શોને લઈને હાલમાં રિપોર્ટ્સ મળ્યા છે કે દયા બેન અને સોનું આ બંને શો છોડ્યા બાદ ફરી એક પાત્ર આ શો છોડવા જઇ રહ્યું છે.

આ શો છેલ્લાં 11 વર્ષોથી લોકોનું મનોરંજન કરતું આવી રહ્યુ છે,ત્યારે આ શો થી ઘર- ઘરમાં આજે પણ દયાબેન અને જેઠાલાલ નું પાત્ર લોકપ્રિયબની ગયુ છે.દયા બેન આ શો છોડી ને જતાં રહ્યા છે અને તેનાં પછી આ શો માથી સોનું પણ નીકળી ગઈ.ત્યારે હાલમાં જાણવા મળ્યું છે કે આ શોમાંથી એક પાત્ર પણ વિદાઇ લઈ રહ્યું છે.

સુંદર લાલ નું પાત્ર ભલે આ શોમાં ક્યારેક જ દેખાતું હોય પણ લોકોને આજે પણ જેઠાલાલ અને સૂંદરની જોડી જોવી ગમે છે, જીજાજી અને સાળાનું આ પાત્ર લોકોને બહુ જ ગમે છે,ત્યારે જાણવા મળ્યું છે કે આ શોમાથી સુંદર લાલ પણ હવે આ શોમાંથી વિદાઇ લેશે. ત્યારે દર્શકોને ફરી એકવાર નિરાશ થવું પડશે કારણકે હાલમાં આ શોમાથી ઘણા પાત્રો વિદાઇ લઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ જાણવામાં મળ્યું છે, કે મયુરં વાકાણી હવે આ શો માથી વિદાઇ લઈ રહ્યાં છે કારણકે હવે મયુરને આ શો માં હવે કામ કરવાની ઈચ્છા નથી રહી, દયાબને અને સુંદર રિલ લાઈફમાં પણ સગાભાઈ બહેન છે, ત્યારે દયાબેન બાદ સુંદર પણ આ શોમાથી વિદાઇ લેશે. આ વાત હાલમાં ઓફિશિયલ કોઈને કહેવામા નથી આવી પરતું થોડાક દિવસો પહેલાં જાણવામાં મળ્યું છે કે દયાબેન  ગયાં પછી સુદર નું પાત્ર પણ આ શોમાં નથી દેખાતું કારણ કે  હેવ દયા બેન બાદ સુંદર પણ હેવ આ શોમાં રહેવા નથી માગતો, મયુર અમદાવાદથી  જ શૂટિંગ માટે જાય છે જ્યારે તેમનો શુટ હોય છે.

હવે આ એક અફવા છે કે પછી સાચું તે હાલમાંના કહી શકીએ પરતું શો માથી જ્યારથી દયાબેન જોવા નથી મળી રહ્યા ત્યારથી આ શોમાં સુંદરલાલ પણ નથી જોવા મળતો એટ્લે એ પરથી એ તો નક્કી જ કે સુંદર પણ હવે આ શોમાંથી વિદાઇ લેશે.

#TeamAapduJunagadh