પરીક્ષા માં સારૂ પરિણામ મેળવવા આટલું ધ્યાનમાં રાખીએ.

પરીક્ષા

પરીક્ષા : શાળાઓ તથા કોલેજોમા પ્રથમ સત્ર પૂર્ણ થવાના આરે છે અને પરીક્ષા નજીક છે. આજનાં હરીફાઈના યુગમા બાળકોને સરસ ગુણ મળે
એવુ બધા વાલીઓ ઇચ્છતા હોય છે તો અહીંયા અમુક પરીક્ષાને લગતી ટિપ્સ છે જે તમને મદદરૂપ થશે.

1. ટાઇમ મેનેજમૅન્ટ

પરીક્ષા

અગાઉ થી જ ટાઇમ ટેબલ બનાવી લો, ક્યાં વિષય ને વધારે ટાઇમ આપવાની જરૂર છે એ નક્કી કરી લો.

2. મુદ્દાઓની નોટ્સ બનાવો.

કોઈપણ ટોપિક વાંચતી વખતે તેમાં આવતા અગત્યના મુદ્દાઓ ની એક નોટબુકમા નોંધ કરતા જાઓ.
જેથી કરી exam ના દિવસે માત્ર મુદ્દાઓ પર નજર કરી શકાય.

3. ગ્રુપ બનાવીને વાંચો

પરીક્ષા

ગ્રુપ સ્ટડી પણ ખુબ ફાયદા કારક છે જેમાં તમે તમારા મિત્રો સાથે ન સમજાતા ટોપિક પર ચર્ચા કરી શકો અને એમ કરતા
તમને આવડતાં ટોપિક ને રિવાઇઝ પણ કરી શકો છો.

4.વાંચવાનો સમય

મોડીરાત સુધી જાગી ને વાંચવા ને બદલે વહેલી સવારનો ટાઇમ વધારે યોગ્ય છે.સવારે વહેલા ઉઠી મેડિટેશન અને પ્રાણાયામ કરો,

ૐકાર મંત્ર નો ઉચ્ચાર કરો, પછી વાંચવાની શરૂઆત કરો. સતત વાંચવાના બદલે વચ્ચે બ્રેક લો જેમાં તમને ગમતી એકટીવીટી કરો જેમ કે ડ્રૉઇંગ, ડાન્સ, મ્યુઝિક સાંભળવું જેથી મૂડ ફ્રેશ રહે.તો આ બધી ટિપ્સ ફોલ્લૉ કરો અને થઈ જાઓ પરીક્ષા માટે તૈયાર.

All the best.

Also Read : કવિઓનો ગિરનાર અને જૂનાગઢ પ્રત્યેનો પ્રેમ આ પંક્તિઓમાં ઉભરાઇ આવે, ચાલો થઈએ તરબોળ એ પ્રેમમાં!