Junagadh News : આઠ દાયકા વિતાવી ચૂકેલા દામજીબાપા એ યુવાનોને આપ્યો જીવનમાં ઉતારવા જેવો એક ખાસ સંદેશ..

Junagadh News :

Junagadh News : આંકોલવાડી ગામે આઠ દાયકા પુર્વે જન્મેલા દામજીભાઇ સાવલીયા આજે જમાનાં આઠ દાયકાને ગઢથોલીયા ખવડાવીને આંકોલવાડી ગામે દામબાપાનાં નામથી સૈા કોઇનાંદિલમાં આદરપાત્ર વ્યક્તિ બન્યા છે. આપરગણાનાં આદરણિય વ્યક્તિત્વનાં સન્માન માટે તેઓએ કરેલી સેવાપ્રવૃતિ મહત્વની છે.આવો જાણીએ દામબાપાએ કરેલી  સેવાપ્રવૃતિવિશે.

Junagadh News

દામબાપા આજે ૮ દાયકાની સફર ખેડીને પગથી થોડાકમજોર થયા પણ મનથી હજીએ ગિરનારને ઓળંગવાની હામ ધરાવે છે. આવિસ્તારની અનેક દિકરીઓનેસમુહલગ્નનાં માધ્યમે સામાજીક ખર્ચાઓને નિવારીને પરણાવનાર દામજીભાઇ કુરીવાજોનાં કાયમવિરોધી રહ્યા છે.તેઓ હાલમાંબામણાસા જતા રોડ કાંઠેઆવેલ પટેલ સમાજભવનની દેખરેખરાખી રહ્યા છે. તેઓએ આ રોડ કાંઠે સમાજ ભવન અંદર અને બહાર ૪૦૦ થી વધુ વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં પણ તેનું સંવર્ધનકરી ગીરની હરીયાળીમાં વધારો કર્યો છે. માત્ર વૃક્ષોને વાવીને ઉછેરવા એજકામ પુરતુ નહોતું, પણ જળસંચય દ્વારા વૃક્ષોને ઉછેરવા એ દામબાપાનું એક અભીયાન હતુ. આજે એ ઘટાદાર વૃક્ષોદામબાપાને પોતાને છાંયે બેસવા જાણે નિમંત્રિત કરતા હોય તેવા ભાસે છે. તેઓ કહે છે કે,હું હવે જીવનનાં અંતીમ પડાવે પહોચ્યો છું, લોકસેવાની અનેકપ્રવૃતિઓ કરતાં કરતાં એવુ થયુ કે લાવ જળસંચય દ્વારા મારા ગામનાં સિમાડાને નંદનવન બનાવુ અનેચીરકાળ સ્મૃતિ રૂપી વૃક્ષોનુંલેહરાતુ વન ઉભુ કરું.આ વૃક્ષોને જોઇને યુવાનો પ્રેરણા મેળવશે કેઓછા પાણીએ પણવૃક્ષો ઉછેરી શકાય .aapdujunagadh

દામજીભાઇ વાતને વિસ્તારથી કહેતા જણાવ્યુ કે પર્યાવરણ ચોખ્ખું રાખવા માટેદરેક વ્યક્તિએ પોતાનીનૈતિક ફરજ સમજીને વૃક્ષોનુંજતન કરવું જોઇએ. છેલ્લા ઘણા વર્ષોથી આપણા જંગલમાં રહેલાવૃક્ષોનું છેદન થઇ રહ્યુ છે. અમુલ્ય ખાણ ખનીજનું ઉત્ખનનથઇ રહ્યુ છે. જેના કારણે જંગલી પશુઓ માનવવસવાટમાં આવી રહ્યા છે. ઘણા સ્થળોએ વૃક્ષારોપણ બાદ તેમનુ જતન થતુ નથી. વિશ્વમાં એક ચર્ચા છે પૃથ્વી પર ગંભીર ખતરોવર્તાઇ રહ્યો છે. જેનું મુખ્ય કારણ માત્રને માત્ર વૃક્ષોનું ઘટતું પ્રમાણ. આથી સૌ કોઇએ સમજીને પ્રકૃતિ પ્રત્યેપોતાનુ યોગદાન આપવું ખુબજ જરૂરી છે. Junagadh News

વૃક્ષો કાર્બનડાયોકસાઈડ શોષી ઓક્સિજન એટલે કે પ્રાણવાયું આપે છે. સાથોસાથ આસપાસમાં ઠંડક આપે એટલે વિશાળપ્રમાણમાં વૃક્ષારોપણની ખાસ જરૂરીયાત છે. આ કાર્યની જવાબદારી દરેક વ્યક્તિની છે, નહીં કે સરકારએકલાની. વૃક્ષો એટલે છાયા,શીતળતા, સૌદર્ય, સમૃદ્ધિ, સંપતિ,રંગબેરંગી પક્ષીઓ, પતંગિયા, અવનવા કીટકો અને પ્રાણીઓથી રચાતું અનુપમ વિશ્વ છે. વેદીક કાળથી આપણી સંસ્કૃતિ અને આપણા જીવનના અવિભાજય અંગ છે. પરંતુ આજે સઘળું બદલાઇ રહ્યુ છે, એમા પણ ખૂબ ઝડપથીવૃક્ષોનાજંગલોનો નાશ થઈ રહ્યો છે. અહીં એક વાતકહેતા ખૂબજ દુ:ખ થાય કે આપણી અણમોલ ઔષધિય વનસ્પતિની કેટલીક જાતિ પ્રજાતિ નાશ પામી છે અનેકેટલીક લુપ્તતાના આરે છે,તો આપણાથી બનતા પ્રયત્ન કરીવૃક્ષારોપણ કરી,વૃક્ષોને બાળકોની જેમ ઉછેરીએ. Junagadh News

શબ્દો દામજીબાપાના…

Author:Sumit Jani #TeamAapduJunagadh

Also Read : મુકેશ અંબાણી ના એંન્ટલીયાથી પણ સુંદર છે, ઈશા અંબાણીનો આલીશાન બંગલો…જુઓ તસવીરો