Chhaya Sharma : જાણો એવા લેડી આઇપીએસ ઓફિસર વિશે, જેણે ગેંગરેપના બળાત્કારીઓને માત્ર 5 જ દિવસમાં પકડીને કર્યા આવા હાલ!

Chhaya Sharma

Chhaya Sharma : નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના સુનાવણી સમયે જસ્ટિસ દિપક મિશ્રા,આર. ભાનુમતિ અને અશોક ભુષણ એમ ત્રણજજની બેચે નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના આરોપીઓની સજાને સમર્થન આપતા કહ્યું હતું કે, આ અપરાધ માનવતાના અપમાન સમાન છે.chhaya sharma

chhaya sharma

16 ડિસેમ્બર 2016ના રોજ પેરામેડિકલ સ્ટુડન્ટ યુવતી સાથે ચાલુ બસમાં 6 વ્યક્તિઓ દ્વારા ગેંગરેપ અને જાતિયસતામણી કરવામાં આવી હતી.તેણી સાથે પિશાચિય વર્તન કરવામાં આવ્યું હતું. આ 23 વર્ષીય યુવતી સાથે બનેલી આઘટનાએ દેશભરના લોકોના અંતરાત્માને હચમચાવી દીધો હતો. આ ઘટનાના સામૂહિક પ્રત્યાઘાત જોવા મળ્યા હતા.

આ ઘટનાના વિરોધમાં લોકો રોષભેર સડક પર ઉતરી આવ્યા હતા.લોકોનો ગુસ્સો અને ક્રોધ વધારે તીવ્ર હતો. દિલ્હીપોલીસ પર દબાણ વધી રહ્યું હતું.ઈન્ડિયા ગેટ પરના શાંતિપૂર્ણ પ્રદર્શનો આક્રમક બની રહ્યા હતા.જો કે આ ઘટના પછી દિલ્હી પોલીસને આરોપીઓને પકડવામાં માત્ર 5 જ દિવસ લાગ્યા હતા.આ આરોપીઓને ઝડપીલેવા બનાવવામાં આવેલી ટીમનું નેતૃત્વ સંભાળનાર મહિલા છે IPS છાયા શર્મા,જેણે નિર્ભયા ગેંગરેપના અપરાધીઓને પકડવા 41 સભ્યોની ટીમનું નેતૃત્વ કર્યું હતું.આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના 7 વર્ષ બાદ છાયા શર્માને આઘટના સમયે બનેલ દરેક વસ્તુ યાદ છે.તેમની હિંમત, કાર્યનિષ્ઠા અને ટીમ વર્કના લીધે સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં નિર્ભયાને ન્યાય મળ્યો.

Chhaya Sharma

16 ડિસેમ્બરની રાતે લગભગ 2 વાગ્યાની આસપાસ આઇપીએસ છાયા શર્માને દિલ્હીના મુનિરકામાં એક માણસ અને યુવતી પર હુમલો થયો છે, એવી અસ્પષ્ટ માહિતી મળી.આ ઘટનાને છાયા શર્માએ વ્યક્તિગત રીતે સોલ્વ કરવાનો નિર્ણય કર્યો.સફદરગંજ હોસ્પીટલમાં આ દુ:ખદ ઘટના વિશેની બધી જ માહિતી એકત્રિત કર્યા બાદ છાયા શર્માએ સમય બગાડ્યા વગર એફઆઈઆર નોંધાવી અને પોતાની ટીમ સાથે મળીને તપાસ શરૂ કરી.આ કેસને ‘બ્લાઇન્ડ કેસ’તરીકે ઓળખાવીને છાયા શર્માએ કહ્યું હતું કે, આ કેસ સમયની સાથેની સ્પર્ધા સમાન છે.આ કેસ ઘાસના મેદાનમાં સોયની શોધ કરવા બરાબરહતો.જ્યારે ભોગ બનનાર વ્યક્તિ આરોપી વિશે જાણતી હોય ત્યારે કેસ સરળ બની જાય છે,પરંતુ નિર્ભયાના કેસમાં તેઓ એકબીજાને જાણતા ન હતા.પોલીસ પાસે માત્ર બસ અને બસના પડદા અને કલર જેવી અસ્પષ્ટ માહિતી જ હતી.

આ કેસની તપાસ દરમિયાન છાયા શર્મા સતત નિર્ભયા અને તેના પરિવાર સાથે સંપર્કમાં હતા.શર્માએ કહ્યું કે, આવા આઘાતજનક અનુભવનું વર્ણન કરવું સહેલું નથી, પરંતુ નિર્ભયા હિંમતનું પ્રતિક હતી.જેણે શાંત રહી આત્મવિશ્વાસ સાથે આ ભયંકર ઘટનાની વાત કરી.નિર્ભયા માટે ન્યાયમેળવવાની આ સફરમાં કાનૂની કાર્યવાહીને 6 વર્ષ લાગ્યા.અંતિમ ચુકાદાને સાંભળી છાયા શર્મા ભાવુક બની ગયા હતા. નિર્ભયા રેપ કેસ ઉપરાંત છાયાશર્મા અનેક હાઇ પ્રોફાઇલ કેસ સહિત અન્ય ગુનાઓ ઉકેલવા માટે પણ જાણીતા છે.

આઈપીએસ છાયા શર્મા જે હાલમાં નેશનલ હ્યૂમન રાઇટ્સ કમિશનમાં ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલ તરીકે સેવા આપી રહ્યા છે.તેમના કામ પ્રત્યેનીઈમાનદારી,હિંમત અને દબાણ હોવા છતાં સ્વસ્થ રહીને કામ કરતાં રહેવાની ક્ષમતાને સો સો સલામ!! માત્ર પાંચ દિવસની અંદર કેસ સોલ્વ કરી તેમણે પોલીસ ફોર્સ પ્રત્યેની સમગ્ર દેશની શ્રધ્ધા અને વિશ્વાસને ટકાવી રાખ્યા!!

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : Hinakhan Bollywood Singer : શું ? ખરેખર હિના ખાને આ એક્ટર સાથે કરી લીધા છે લગ્ન..! જુઓ તસવીરો