Psychoanalytic Childrens : મનોવિકલાંગ બાળકોએ સ્પેશિયલ ઓલિમ્પિકમાં સિદ્ધિઓ હાંસલ કરી ગુજરાત ની છાતી ગજગજ કરી દીધી છે!

Psychoanalytic Childrens : વિકલાંગ શબ્દ સાંભળતા જ આપણી નજર સામે ખોડખાપણ કે ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓ દ્રશ્યમાન થાય! પછી એ અંધ હોય, બહેરા-મુંગા હોય, શારિરીક ખોડખાપણ હોય કે માનસિક વિકલાંગ.  ઈશ્વર તેના સર્જનમાં ક્યારેક ભૂલ કરી દેતા, એ વ્યક્તિ ક્ષતિ સાથે જન્મે ત્યારે તેની એક શક્તિની પૂર્તિ માટે તેને કેટલીય અદ્દભુત ક્ષમતાઓ આપી દેતો હોય છે. એટલા માટેજ કદાચ આવા વ્યક્તિઓની આગળ સ્પેશિયલ કે વિશિષ્ટ શબ્દ વપરાય છે.

Psychoanalytic Childrens

જૂનાગઢ જિલ્લાના એવા જ બે માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ ખેલાડીઓની વાત કરીએ તો, કેશોદ તાલુકાનાં ફાગણી ગામના વતની નયન ગોપાલભાઈ દેવધારીયા પોતાની ખેંચની બીમારીને લીધે તેઓ માનસિક દિવ્યાંગ બનેલા. નયનની શૈક્ષણિક શક્તિઓ ખૂબજ નબળી હતી, જેથી તેને મનોવિકલાંગ બાળકોને આપવામાં આવતું વિશેષ શિક્ષણ આપવામાં આવ્યું. નયનને આ શિક્ષણની સાથે પોતાના અંદર રહેલા ખેલાડીને બહાર લાવવાની તક પણ આ સમયમાં પ્રાપ્ત થઈ. માનસિકક્ષતિ  ધરાવતો નયન સાઇકલ ચલાવવામાં ખૂબ સક્ષમ સાબિત થયો અને ગુજરાત સરકારના માનસિક દિવ્યાંગો માટેના સ્પેશિયલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ભાગ લઈને સતત ત્રણ વર્ષ સુધી સતત પ્રથમ સ્થાને આવ્યો. જેના પછી રાજ્ય કક્ષાએ યોજાયેલા સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં પણ તેણે સાયકલિંગમાં સિલ્વર મેડલ મેળવ્યું. તેની આ સફળતાએ તેનું સિલેક્શન માનસિક દિવ્યાંગો માટેના સ્પેશિયલ ઓલિમ્પિકમાં રાજ્યકક્ષાએ થયું.

Psychoanalytic Childrens

આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેના પરિવાર અને શિક્ષકોના અથાગ પ્રયત્ન અને માર્ગદર્શનથી નયન રાજ્યકક્ષાની નેશનલ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ જીતી લાવ્યો. આ સફળતા મળતા જ તેનું સિલેક્શન ઇન્ટરનેશનલ લેવલ સ્પેશિયલ ઓલમ્પિક માટે થયું. વર્ષ 2019માં નયન દુબઈ અબુધાબી ખાતે યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારત માટે રમીને 2 કિમી સાયકલિંગમાં બ્રોન્ઝ, તથા 5 કિમી રોડ રેસમાં અને પાંચ કિમી ટ્રાયલમાં સિલ્વર મેડલ જીતી લાવ્યો.

એવા જ એક બીજા સ્પેશિયલ ખેલાડીની વાત કરવામાં આવે તો આપણાં જૂનાગઢમાં જ રહેતા રાજ્યગુરુ વિનાયક વિષ્ણુભાઈએ પણ કઇંક આવીજ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. જન્મથી જ માનસિક ક્ષતિ ધરાવતો વિનાયક પહેલા સામાન્ય શાળામાં ભણતો, પરંતુ તેની બધી ક્ષમતાઓ નો સ્વીકાર ન થતાં તેમને સ્પેશિયલ શાળાના તાલીમ આપવામાં આવી. ત્યારે તેને સામાન્ય જીવન શિક્ષણ સાથે રમત-ગમત કૌશલ્યની પણ તાલીમ મળે તે માટે તેની ગમતી રમત બાસ્કેટબોલની તાલીમ આપવામાં આવી અને તેને બાસ્કેટબોલ ખેલાડી તરીકે તૈયાર કરવામાં આવ્યો.

વિનાયકે જિલ્લા કક્ષાના સ્પેશિયલ ઓલમ્પિકમાં સારું પ્રદર્શન કરતા, તેની રાજ્યકક્ષાની ટીમમાં પસંદગી થઈ. ત્યાંથી આગળ કરમસદ, આગ્રા, યુપી અને ચેન્નઈ ખાતે બે નેશનલ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. જેના આધારે તેનું સિલેક્શન 2019માં દુબઈ ખાતેના સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ માટે થયું, અહીં દુબઈ ખાતે પણ પોતાની બાસ્કેટબોલ રમવાની કૌવતથી તેમણે વિશ્વકક્ષાએ બીજો ક્રમાંક પ્રાપ્ત કરીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો.

માનસિક, આર્થિક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરી જૂનાગઢના આ બંને ખેલાડીઓએ 192 દેશના 7500 જેટલા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પોતાની વિશિષ્ટ ક્ષમતા પુરવાર કરી, ભારત દેશનું તથા આપણાં જૂનાગઢનું નામ સમગ્ર વિશ્વ કક્ષાએ રોશન કર્યું છે. જો યોગ્ય તક અને તાલીમ મળે તો આવા સ્પેશિયલ બાળકો પણ સમાજ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ બની જાય છે. આ સ્પેશિયલ બાળકોને વિશિષ્ટ સિદ્ધિ મેલ્વ્વમાં મદદ કરનાર અને સતત કાર્યશીલ રહેનાર તેઓના માતા-પિતા અને શિક્ષકોને લાખ લાખ વંદન…

આભાર: અલ્પેશભાઈ વાળા

#TeamAapduJunagadh