જાણો તમારી યાદગાર પ્રી-વેડિંગ શૂટ માટે જૂનાગઢમાં આવેલી રમણીય જગ્યાઓ વિશે

પ્રી-વેડિંગ શૂટ

પ્રી-વેડિંગ શૂટ : આ લગ્ન સીઝનમાં નવયુગલો પ્રી-વેડિંગ ફોટો શૂટ માટેની જગ્યાઓની શોધમાં હશે જ. તો આ પ્રી-વેડિંગ શુટ માટે તમારે ક્યાય બહાર જવું નહીં પડે કારણ કે આપણા જૂનાગઢમાં આવેલા છે બેસ્ટ પ્રી-વેડિંગ ફોટોશૂટ લોકેશન્સ.તો ચાલો અમે તમને જણાવીએ એ સ્થળો વિશે.

1.       મહોબ્બત મકબરા : 

  આપણા જ જૂનાગઢમાં આવેલ આ જગ્યા તમારા પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે બેસ્ટ રહેશે. અહીંનું સુંદર નકશીકામ વાળું બાંધકામ અને અહીં બહાર આવેલા ગોળાકાર સીડી વાળા ઝરુખા..અદભુત!!! અહીં ભૂતકાળમાં અમુક ફિલ્મોનું શૂટિંગ પણ થયેલું છે.

2. ઉપરકોટ:

        ઉપરકોટ પણ તમારા ફોટોશૂટ માટે સુંદર મજાના બેકગ્રાઉન્ડ ધરાવતું સ્થળ છે. ત્યાં આવેલ અડીકડી વાવ,રાણકદેવીનો મહેલ(જુમ્મા મસ્જિદ) તેમજ ઝરુખા તમારા ફોટોશૂટને ઐતિહાસિક લૂક આપશે.

3.       ભવનાથ:

આપણે બધા જાણીએ જ છીએ કે આપણા જૂનાગઢમાં આવેલો ભવનાથ વિસ્તાર સ્વર્ગથી ઓછો ઉતરે એવો નથી! ભવનાથમાં આવેલી સુંદરમજાની જગ્યાઓ છે જ્યાં બેસ્ટ ફોટો શૂટ થઇ શકે. જેમકે લાલઢોરી, કાશ્મીરી બાપુના આશ્રમ તરફ જતો રસ્તો, સુંદર મજાનાઘટાદાર વૃક્ષોથી છવાયેલી આ જગ્યાઓ પર થયેલું ફોટો શૂટ તમારા માટે યાદગાર બની રહેશે.

4.   બોરદેવી:

        ચારે બાજુ હરિયાળી વનરાજી વચ્ચે આવેલું ખુલ્લું મેદાન અને સુંદર બેકગ્રાઉન્ડ તરીકે ગિરનાર નજરે પડતો હોય એવી રમણીય જગ્યા એટલે બોરદેવી. બોરદેવી પણ તમારા ફોટો શૂટ માટે બેસ્ટ ઓપ્શન છે.

5.   જટાશંકર:

         જટાશંકર તરફ જતો રસ્તો એ ફોટોગ્રાફી માટે શ્રેષ્ઠ રહેશે. રસ્તાની બંને બાજુ સુંદર મજાના વૃક્ષો અને મોટા મોટા પથ્થરો, ક્યાંક ક્યાંક ફૂટી નીકળેલા નાના-નાના ઝરણાઓ…કુદરતી સૌંદર્યને પ્રેમ કરતા કપલ્સ માટે બેસ્ટ ફોટોશૂટ લોકેશન્સ!! 

6.       જૂનાગઢનાં વિવિધ ડેમ:

વિલિંગ્ડન ડેમ,હસ્નાપુર ડેમ અને આનંદપુર ડેમ જૂનાગઢના સુંદર જળાશયો છે. જ્યાં ફોટોશૂટ કરી મનોહર નઝારા સાથે આપની યાદો કેમેરામાં ભરી શકો છો. એ પછી ડેમ સુધી પહોંચવા માટેનો રસ્તો હોય કે મસ્ત મજાના પર્વત વચ્ચે ઘેરાયેલો ડેમ. તમારા ફોટોશૂટને ચાર ચાંદ લગાવી દેશે!

7.       રામનાથ:

બિલખા નજીક આવેલું રામનાથ ખૂબ જ સુંદર જગ્યા છે. સો જેટલા પગથિયાં ચડી ઉપર જતા આજુબાજુમાં સુંદર લીલોતરી જોવા મળેછે. મંદિરની પાછળ આવેલો જંગલનો ભાગ તમારા ફોટો શૂટ માટે જોરદાર લોકેશન્સ પૂરા પાડશે.

આ બધી જગ્યાઓ પર કરાવેલું તમારું પ્રી-વેડિંગ ફોટો શૂટ હંમેશ ને માટે યાદગાર બની રહેશે. આ બધી જગ્યાઓ આપણા જૂનાગઢમાં જ આવેલી હોવાથી તમારે ભારે કપડા, ઘરેણાં કે મેકઅપ સાથે મુસાફરી પણ નહી કરવી પડે.જો આ જગ્યા સિવાય ની જૂનાગઢમાં આવેલી અન્ય જગ્યાઓ વિશે આપ જાણતા હોય  તો નીચે કોમેન્ટ બોક્ષમાં અમને જણાવી શકો છો…  

Author: UrvashiDeshani#TeamAapduJunagadh

Also Read : ભારત અને પાકિસ્તાન મેચ જોવા પોહચ્યાં બોલિવૂડના આ કાલકારો, નીતા અંબાણી રહ્યા ખૂબ ચર્ચામાં જુઓ તસવીરો…