ટ્રેન ટિકિટ ખોવાઈ જાય તો બીજી ટિકિટ અને ટ્રેન છૂટી જાય તો રિફંડ કેવી રીતે મેળવી શકાય?

ટ્રેન ટિકિટ : ભારત એક એવો દેશ છે, જ્યાં આજે પણ દેશની મોટાભાગની વસ્તી ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરી કરતાં ઘણા લોકો એવા હશે, જે ઘણીબધી માહિતીઓ નહીં જાણતા હોય! આ જ જાણકારીના અભાવના કારણે લોકોને ઘણાં પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે આપને રેલ્વે મુસાફરી સુવ્યવસ્થિત બને તે માટેના કેટલાક નિયમો વિશે જણાવીએ કે, જેના કારણે મુસાફરોને કોઈ પણ મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે છે…

જો તમારાથી તમારી ટ્રેન ટિકિટ ખોવાઈ જાય, તો ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી. જો તમારી ટિકિટ ખોવાઈ જાય તો માત્ર થોડા પૈસા ખર્ચ કરી તમે તમારી ડુપ્લિકેટ ટિકિટ મેળવી શકો છો.

ટ્રેન ટિકિટ

ડુપ્લિકેટ ટિકિટ મેળવવા માટેની અરજી આ રીતે કરવી:

ભારતીય રેલ્વે પોર્ટલ indianrail.gov.in માં આપવામાં આવેલ માહિતી મુજબ, જો તમારી ટિકિટ ખોવાઇ જાય અને તમે ડુપ્લીકેટ ટિકિટ મેળવવા ઇચ્છતા હોય તો, તમારે રેલ્વે મુસાફરોની યાદી બનતા પહેલાં અરજી કરવાની જરૂર છે, જેના માટે તમારે 50 રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે. ત્યારબાદ તમે તમારી ડુપ્લિકેટ ટિકિટ મેળવી શકશો.

ટ્રેન ટિકિટ

અહિયાં જણાવવાનું કે 50 રૂપિયા અરજી ફી સ્લિપર ક્લાસની છે. જો તમારી ટિકિટ એસી ક્લાસની છે તો, તમારી અરજીની ફી વધી જશે. જો તમે રેલ્વે મુસાફરોની યાદી બની ગયા પછી ડુપ્લીકેટ ટિકિટ મેળવવા માટે અરજી કરેલ હોય, તો તમે તમારી ટિકિટની કિંમતની અડધી કિંમત ચૂકવી ડુપ્લિકેટ ટિકિટ મેળવી શકો છો.

ડુપ્લિકેટ ટિકિટ પરત કરવા માટે: 

જો રેલ્વે મુસાફરોની યાદીમાં આપનું નામ વેઇટિંગ લિસ્ટમાં હોય અને એવામાં તમારાથી તમારી ટિકિટ ખોવાઇ જાય તો તમને તમારી ડુપ્લીકેટ ટિકિટ કાઢી આપવામાં આવશે નહી. જે મુસાફરોની આર.એ.સી.ની ટિકિટ હોય છે, તેમને પણ ડુપ્લીકેટ ટિકિટ આપવામાં આવતી નથી. જો તમે તમારી ડુપ્લીકેટ ટિકિટ કઢાવી લીધી હોય અને પછીથી તમને તમારી ઓરિજિનલ ટિકિટ મળી જાય તો, તમે તમારી ડુપ્લીકેટ ટિકિટ પાછી જમા કરાવી શકો છો. જણાવાનું કે, તમારી મુસાફરી શરૂ થતા પહેલાં તમે તમારી ડુપ્લીકેટ ટિકિટ જમા કરાવી શકો છો અને તમારી અરજી ફી પરત મેળવી શકો છો, પરંતુ યાદ રાખો કે તમે ભરેલ અરજી ફીના 5 ટકા કાપી લેવામાં આવે છે.

ટ્રેન ટિકિટ

ટ્રેન છૂટી જાય તો પાછા મળી શકે છે ટિકિટના પૈસા:

જો તમારાથી ટ્રેન છૂટી જાય તો, તમે તમારી ટિકિટના પૈસા પરત મેળવી શકો છો. તેના માટે તમારે જલ્દીથી ટીડીઆર ભરી દેવાનું રહેશે, આમ કરવાથી તમને તમારી ટિકિટની 50 ટકા જેટલી રકમ રિફંડ તરીકે પરત મળી શકે છે.

ટ્રેન ટિકિટ

તમે લીધેલ સ્ટેશન કરતા આગળ સુધી મુસાફરી કરવી હોય:

ક્યારેક એવું થાય છે કે, તમે તમારી ટિકિટ જે સ્ટેશન સુધીની લીધી હોય તેના કરતા આગળના સ્ટેશનની મુસાફરી કરવાની જરૂર જણાય તો, આવા સંજોગોમાં રેલ્વે તમને તમારી મુસાફરી દરમિયાન જ તમે જે સ્ટેશન સુધીની ટિકિટ લિધી હોય તેના આગળના સ્ટેશનને મુસાફરી કરવાની સુવિધા આપે છે.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

.Email Id: aapdujunagadh@gmail.com

Also Read : આ રહી મહાશિવરાત્રી મિની કુંભમેળામાં યોજાનારા સંભવિત કાર્યક્રમોની યાદી