“ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા” 33મી રાજય કક્ષાની ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધાનો રવિવારે વહેલી સવારનાં પ્રારંભ થયો હતો. સિનીયર ભાઇઓની પ્રથમ ટુકડીને સવારે 7 વાગ્યે લીલી ઝંડી બતાવી રવાનાં કરવામાં આવી હતી. સિનીયર ભાઇઓ અને બહેનો, જૂનિયર ભાઇઓ અને બહેનો એમ ચાર વિભાગમાં સ્પર્ધા યોજોઇ હતી. ગિરનાર સ્પર્ધામાં 17 જિલ્લાનાં 1047 સ્પર્ધક નોંધાયા હતાંં. સ્પર્ધામાં સિનીયર ભાઇઓ 332, જૂનિયર ભાઇઓ 258, સિનીયર બહેનો 57 અને જૂનિયર બહેનો 93 મળી કુલ 740 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સમય મર્યાદામાં કુલ 512 સ્પર્ધકોએ સ્પર્ધા પૂર્ણ કરી પ્રમાણપત્રનાં હકદાર બન્યા હતાં. 224 સ્પર્ધકો સમય મર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરી શક્યા ન હતાં.
સ્પર્ધા પૂર્ણ થયા બાદ મંગલનાથ બાપુ આશ્રમમાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં દરેક વિભાગનાં 1 થી 10 વિજેતાને ઇનામ આપવામાં આવ્યાં હતાં. સિનીયર ભાઇઓમાં, જૂનિયરભાઇઓમાં ઉનાનાં સંજય બાંભણીયાએ 66:08 મિનીટ, સિનીયર બહેનોમાં રાજકોટની ગીતા ગોહેલે 42.32 મિનીટ અને જૂનિયર બહેનોમાં ખીરસરાની વાલી ગરચરે 42.32 મિનીટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો.ગિરનાર સ્પર્ધા પ્રસંગે મેયર આદ્યશક્તિબેન મજમુદાર, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, કમિશ્નર વી.જે.રાજપુત, અધિક કલેકટર પી.વી.અંતાણી, પ્રાંત અધિકારી જવલંત રાવલ, પ્રદિણ ખિમાણી, નિર્ભય પુરોહીત, જીતુ હીરપરા, એનઆઇસીનાં અતુલ ખુંટી, મામલતદાર દેવકુમાર આંબલીયા, રમત ગમત અધિકારી વિશાલ દીહોરા, જયાબેન ખાંટ,પ્રભાબેન પટેલ સહિતનાં હાજર રહ્યાં હતાં.