Junagadh News : જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પોતાના બાગાયત- શાકભાજી પાકોની વિદેશમાં નિકાસ કરી શકશે; ઈચ્છા ધરાવતા ખેડૂતોએ બાગાયત નિયામકની કચેરીએ અરજી આપવાની રહેશે.

Junagadh News : જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પોતાના બાગાયત- શાકભાજી પાકોની વિદેશમાં નિકાસ કરી શકશે; ઈચ્છા ધરાવતા ખેડૂતોએ બાગાયત નિયામકની કચેરીએ અરજી આપવાની રહેશે.
  • બાગાયતી પાકો જેવાકે; કેરી, ચીકુ, જામફળ, સીતાફળ વગેરે ફળો તેમજ શાકભાજી પાકો જેવાકે; સરગવો, ટમેટા, કાકડી, કેપ્સીકમ વગેરેની ખેતી કરતા ખેડૂતોને વિદેશમાં નિકાસ કરવાની તક મળી રહી છે.
  • જે માટે ખેડૂતોએ પોતાના ખેતર કે બગીચાનું અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
  • આ રજીસ્ટ્રેશનની કામગીરી જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવે છે.
  • જેથી રસ ધરાવતા ખેડૂતોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી જરૂરી સાધનિક કાગળો જેવાકે; 7-12, 8-અ, આધારકાર્ડની નકલ, ફાર્મનો નકશો તથા ફાર્મ ડાયરી વગેરે જોડી જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરીએ અરજી આપવાની રહેશે, ત્યારબાદ અરજીની ચકાસણી કરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે.
  • ફોર્મ મેળવવા તથા આપવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, લઘુ કૃષિ ભવન બહુમાળી સામે, જૂનાગઢ તેમજ અન્ય જિલ્લાઓ માટે જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરીએ સંપર્ક કરવાનો રહેશે.