Junagadh News : રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી તા.4 ફેબ્રુઆરીએ યોજાશે; 500 થી વધુ યુવાઓ ભાગ લઇ શકે છે!

Junagadh News
Junagadh News : રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી તા.4 ફેબ્રુઆરીએ યોજાશે; 500 થી વધુ યુવાઓ ભાગ લઇ શકે છે!
  • જૂનાગઢ મુકામે ભારતભરના યુવક અને યુવતિઓ માટેની અખિલ ભારત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તા.04 ફેબ્રુઆરીના રોજ  ભવનાથ તળેટી થી અંબાજી મંદીર 5500 પગથીયાં સુધી યોજાશે.
  • અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24ની પૂર્વ  તૈયારીના ભાગરુપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ 08 સમિતીની રચના કરવામાં આવી છે.
  • આ સ્પર્ધા માટે પસંદગી પામેલ ખેલાડીઓની યાદી Facebook Id –Dydo Junagadh પર મૂકી પણ દેવામાં આવી છે.
  • આ સ્પર્ધકોના નિવાસ સહિતની વ્યવસ્થા ભવનાથ તળેટી ખાતે વિવિધ વાડીઓ રાખવામાં આવી છે.
  • ઉપરાંત આગામી તા.૩ ફેબ્રુઆરીના રોજ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીઓના સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરવામાં આવશે.
  • આ સ્પર્ધામાં ભારતના જુદા-જુદા રાજ્યોમાંથી 532 જેટલા અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ ખાતે આવેલ છે.
  • વધુમાં ગુજરાત રાજયના 5 જુદા-જુદા સ્થળ જેવાકે; ઓસમ પર્વત, ચોટીલા પર્વત, ઇડર પર્વત, પાવગઢ પર્વત અને પારનેરા પર્વત ખાતે યોજાતી આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ 10 વિજેતાઓ અને રાજ્યકક્ષાની ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના પ્રથમ વિજેતાઓ આ સ્પર્ધામાં ભાગ લેશે.