Junagadh News : જૂનાગઢ એસઓજીનો ચાર્જ માંગરોળના પીએસઆઇ શીતલ સોલંકીને સોંપવામાં આવ્યો; પ્રથમ વખત મહિલા ફોજદારને નિમણૂક અપાઈ!

Junagadh News : જૂનાગઢ એસઓજીનો ચાર્જ માંગરોળના પીએસઆઇ શીતલ સોલંકીને સોંપવામાં આવ્યો; પ્રથમ વખત મહિલા ફોજદારને નિમણૂક અપાઈ!
  • ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે 232 પીઆઇ અને 551 પીએસઆઇની સામૂહિક બદલીના આદેશ કર્યા છે; ત્યારે જૂનાગઢ જિલ્લામાંથી 05 પીઆઇની બદલી કરાય છે, જ્યારે 04 ની નિમણૂક કરી છે, તેમજ 18 પીએસઆઇની બદલી કરવામાં આવી છે અને 16 ની નિમણૂક કરવામાં આવી છે.
  • બીજી બાજુ જૂનાગઢમાં થયેલ તોડકાંડ બહાર આવ્યા બાદ એસઓજીના પીઆઈને સસ્પેન્ડ કર્યા બાદ હવે જૂનાગઢ એસઓજીની કમાન માંગરોળ ખાતે છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવતા ઝાંબાઝ મહિલા પીએસઆઈ શીતલ સોલંકીને સોંપવામાં આવી છે.
  • જૂનાગઢ પોલીસ અધિક્ષક દ્વારા આ નિમણૂક કરવામાં આવી છે.
  • જૂનાગઢના ઇતિહાસમાં પહેલીવાર એસઓજીનો કારભાર મહિલા ફોજદારના હવાલે સોંપાયો છે.