અમૃત આહાર ઉત્સવ : સંપૂર્ણપણે પ્રાકૃતિક અને ભેળસેળ રહિત વસ્તુઓ, ખેડૂતો પાસેથી ખરીદવાનો અવસર..

અમૃત આહાર ઉત્સવ

અમૃત આહાર ઉત્સવ : આજકાલ બજારમાં આપણે કોઈપણ ખાદ્યપદાર્થ ખરીદવા જઈએ તો, તેમાં ભેળસેળ હોવાનો ભય હંમેશા આપણાં મનમાં રહેતો હોય છે.બજારમાં એવી કેટલીય વસ્તુઓ મળતી હશે જેમાં થયેલી ભેળસેળને કારણે વેપારીઓ તો ફાયદામાં જ હોય છે, પરંતુ આપણું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાતા સહેજ પણ વાર લાગતી નથી! જેને કારણે બજારમાંથી ખરીદી કરતી વખતે આપણે તેની ગુણવત્તા અંગે ખુબજ કાળજી લેતા હોઈએ છીએ..

ત્યારે આપણાં જૂનાગઢમાં ગયા વર્ષે ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળવાને લીધે આ વર્ષે ફરી એકવાર  “અમૃત આહાર ઉત્સવ” યોજાઇ રહ્યો છે. જેમાં ખેડૂતોએ ગાયની મદદથી કરેલી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત કરેલી તથા ઝેર, કેમિકલ કે દવા વગરની શુદ્ધ પ્રાકૃતિક ખેત પેદાશોનું વેંચાણ કરવા માટે શહેરમાં ત્રિદિવસીય બજાર વ્યવસ્થાનું આયોજન કરેલું છે. જેનો ઉદ્દેશ્ય પરિવારનું સ્વાસ્થ્ય, ગૌરક્ષા, જળ-પર્યાવરણનું સંરક્ષણ, ગ્રામ્ય વિકાસ તથા પ્રાકૃતિક ખેત ઉત્પાદન કરતાં ખેડૂતોના હિત માટેનું છે.

અમૃત આહાર ઉત્સવ

આ બજારમાં આપણને સંપૂર્ણ પણે ઓર્ગેનિક વસ્તુઓ મળી રહેશે. જેવી કે  ઘઉં (લોકવન, ટુકડા, બંસી), ચણા, ચણાદાળ, તુવેર, તુવેરદાળ, સીંગતેલ, અળદ, અળદદાળ, જીરૂ, ધાણા, સીંગદાણા, હળદર, ખારી સીંગ, ચટણી, તલ, ગોળ, ડુંગળી, લસણ, ગાયનું દેશી ઘી, સુકવેલ ટમેટા, કાચરી વગેરે તથા અન્ય મૂલ્યવર્ધિત વસ્તુ જેવી કે, સરબત, પલ્સ, કેન્ડી, સોસ, કેરીનો રસ, તાજી છાસ તથા શેરડીનો રસ વગેરે…

સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પધ્ધતિથી પકાવેલ ખેત પેદાશો તેનીકુદરતી મીઠાસ અને સોડમના કારણે તેનો સ્વાદ મનભાવનાહોય છે. આપણે કોઈપણ જાતની બીમારીઓનો ભોગ ન બનીએ તે માટે શુધ્ધ,સાત્વિક ,પૌષ્ટિક તથાદવા કે ઝેર રહીત આહાર ઉત્પન કરનારા ખેડૂતો જ વેપારી બનીને આપણી વચ્ચે બજાર લઈને આવી રહ્યા છે, તો આપણે આ અમૃત આહાર ઉત્સવનો લાભ અવશ્યથી લેવો જોઈએ.   તો આપણે પણ સહપરિવાર, મિત્રો સાથે આ ઉત્સવની મુલાકાત અવશ્ય લઈએ…

તારીખ: 30, માર્ચ થી 01, એપ્રિલ, 2019 (શનિ-રવિ-સોમ)

સમય: સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી

સ્થળ: શ્રી સરદાર પટેલ ભવન, જયશ્રી સિનેમા રોડ, જૂનાગઢ.

#TeamAapduJunagadh

Also Read : Junagadh News : માછલીને લોટની ગોળી ખવડાવવાથી શું ખરેખર પુણ્ય મળે? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?