રાજ્યમાં હાલ માત્ર 53% દર્દીઓ જ કોરોના ગ્રસ્ત! તા.15મી મે, 8:30PM સુધીની જિલ્લા મુજબની કોરોનાની સ્થિતિ જાણીએ.

કોરોના

ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓનો આંકડો છેલ્લા થોડાક દિવસોથી સરેરાશ 3,000થી વધુ જ નોંધાઇ રહ્યો છે, જેના કારણે હાલ દેશમાં કોરીના વાઇરસના દર્દીઓની સંખ્યા 80,000થી વધુ ચકયો છે. સાથે જ ગુજરાતમાં પણ કોરોના પોઝીટીવનો આંકડો 10,000ને આંબવાની નજીક છે, પરંતુ આ બધાની વચ્ચે આશાના કિરણ સમાન રિકવર થયેલા દર્દીઓ જીતને વધુને વધુ મજબૂતી આપે છે. અહીં ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ વિશે ચર્ચા કરીએ.

Coronavirus: 6 new cases reported in Rajasthan | Deccan Herald

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

તારીખ: 15મી મે, 2020
સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 81,970 (નવા 3,967 કેસ ઉમેરાયા)
કુલ એક્ટિવ કેસની સંખ્યા: 51,401 (નવા 2,182 એક્ટિવ કેસ થયા)
કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 27,920 (વધુ 1,685 દર્દીઓ રિકવર થયા.)
કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,649 (વધુ 100 દર્દીઓનું મૃત્યુ થયું.)

58 new cases of coronavirus in Rajasthan | Deccan Herald

ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. આજરોજ તા.15મી મે, 2020 સાંજે 8:30 વાગ્યા સુધીમાં ફરી 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 300થી વધુ નવા કેસ નોંધાયા છે, જેની સાથે આજે કોરોના વાઇરસનો આંકડો 10,000ને નજીક પહોંચી ચૂક્યો છે. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે? તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

76-yr-old man dies due to coronavirus in Jodhpur, 47 more test ...

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

તારીખ: 15મી મે, 2020
સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 9,932 (નવા 340 કેસ નોંધાયા)
કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 5,291 (43 વેન્ટિલેટર પર છે.)
કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 4,035 (વધુ 282 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 606 (વધુ 20 લોકોના મૃત્યુ થયા.)

કોરોના

ભારત અને ગુજરાત બાદ હવે વાત કરીએ આપણાં જૂનાગઢ જિલ્લાની. જૂનાગઢમાં કોરોના વાઇરસના અત્યાર સુધીમાં કુલ 4 પોઝીટીવ કેસ નોંધાયા છે અને તેમાંથી 2 દર્દીઓને રિકવરી મળતા ઘરે પરત પણ મોકલી દેવામાં આવ્યા છે. હાલ જૂનાગઢમાં રિકવરી રેટ 50% છે અને માત્ર 2 જ યુવાનોના એક્ટિવ કેસ છે. તેમજ આ બંને દર્દીઓની સ્થિતિ પણ કાબુમાં છે.

જૂનાગઢ રાજ્યના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તા.15મી મે, 2020
  • સમય: 8:30 PM
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 4
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 2
  • મૃત્યુઆંક: 0

કોરોના

Also Read : ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 17 જિલ્લાનાં 740 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.