નવરાત્રિ વેકેશન : ઉનાળું વેકેશન પુરું થયું છે, શાળા અને કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે. સાથોસાથ ગયા વર્ષથી શરૂ કરવામાં આવેલું નવરાત્રી વેકેશન રદ્દ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટની મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું. આમ હવેથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન રાબેતા મુજબ જ આપવામાં આવશે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમમાએ જણાવ્યું હતું કે, તા.6ઠી જૂન ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠ મળેલી કેબિનેટની બેઠકમાં બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં પહેલો નિર્ણય ઉનાળાનું વેકેશન લંબાવવાનું નથી.
બીજી તરફ શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું એકેડમિક કેલેન્ડર જાહેર કર્યું છે. પ્રથમ સત્રમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે, જ્યારે બીજા સત્રમાં 142 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. પ્રથમ સત્રમાં 8 દિવસનું વેકેશન રહેશે, જે કેબિનેટના નિર્ણય બાદ રદ કરવામાં આવ્યું છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. સમગ્ર શૈક્ષણિક સત્રમાં 80 રજાઓ અને 246 દિવસના અભ્યાસના દિવસો રહેશે. આ ઉપરાંત ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 5, માર્ચ, 2020થી શરૂ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારે દેખીતું કારણ એ બતાવ્યું છે કે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી દરમિયાન જ નવરાત્રિ વેકેશન આવે છે. આથી ઉજવણીમાં વિદ્યાર્થીઓને ભેગા કરવામાં નવરાત્રિ વેકેશન બાધારૂપ હોવાથી રદ કરાયું હોય શકે! બીજું કારણ એવું પણ હોય શકે કે, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં વાલીઓ તરફથી થયેલો વિરોધ અને અરજીઓને ધ્યાનમાં રાખીને આ વેકેશન રદ્દ કરાયું હોય!
શિક્ષણમંત્રીએ જણાવ્યુ કે, કેબિનેટ અને તેમનો નિર્ણય સર્વોપરી છે, આથી નવરાત્રિ વેકેશન આપવાનો નિર્ણય હું રદ્દ કરું છું. જેથી કરીને નવરાત્રિ દરમિયાન વેકેશન રહેશે નહીં, જ્યારે દિવાળી વેકેશન 21 દિવસનું આપવામાં આવશે. જેથી સત્રમાં 80 રજાઓ અને 246 દિવસના અભ્યાસના દિવસો રહેશે અને ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 5 માર્ચ 2020થી શરૂ કરાશે તેવું જાણવા મળી રહ્યું છે.
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com
Also Read : ગાજરની ખેતી કરી પદ્મશ્રી પ્રાપ્ત કરનાર વલ્લભભાઇ મારવાણિયા