Junagadh News : જૂનાગઢ યાર્ડમાં ગત રવિવારે માત્ર 9 કલાકમાં 58,602 કટ્ટા સોયાબીનની આવક થતાં નવો રેકોર્ડ સર્જાયો!

Junagadh News : જૂનાગઢ યાર્ડમાં ગત રવિવારે માત્ર 9 કલાકમાં 58,602 કટ્ટા સોયાબીનની આવક થતાં નવો રેકોર્ડ સર્જાયો!
  • એક અઠવાડિયા પહેલા જૂનાગઢ યાર્ડમાં સોયાબીનની આવકે અગાઉના તમામ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવ્યો હતો; જેમાં 36 હજાર કટ્ટા સોયાબીનની આવક નોંધાઈ હતી.
  • જેના માત્ર સાત જ દિવસની અંદર વધુ એક નવો રેકોર્ડ બન્યો છે!
  • ગત તા.22 ઓક્ટોબરના રોજ 58,602 કટ્ટા એટલે કે 1,46,505 મણ સોયાબીનની આવક માત્ર 9 કલાકની અંદર જ થઈ હતી.
  • અન્ય યાર્ડની સાપેક્ષે જૂનાગઢ યાર્ડમાં ખેડૂતોને ભાવ વધુ મળતો હોવાથી રાજકોટ, પોરબંદર, અમરેલી, ગોર સોમનાથ અને આજુબાજુના તમામ વિસ્તારના ખેડૂતો જૂનાગઢ આવી રહ્યા છે.
  • આ દરમિયાન કોઈપણ ખેડૂતને અન્યાય ન થાય અને લાઇનબદ્ધ રીતે પ્રવેશ મળે એ માટે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી.
  • જેમાં ખેડૂતોને આગલે દિવસે જ મોડી રાત્રિથી કતાર ચાલુ થઈ ગઈ હતી; રાત્રીથી જ ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા હતા.
  • ટોકન મુજબ વાહનોને લાઇનબદ્ધ રીતે યાર્ડની અંદર માલ લઈને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
  • પુષ્કળ પ્રમાણમાં આવક થતાં યાર્ડના ગેટથી સક્કરબાગ સુધી અને ત્યાંથી દોલતપરા થઈ રિલાયન્સ પંપ સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી, તેમ છતાં યાર્ડના સૂચરું આયોજનથી માત્ર 2-3 કલાકમાં તમામ વાહનોમાંથી જણસીનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો.