વલ્લભભાઇ મારવાણિયા : ગાજરની ખેતી કરી પદ્મશ્રી પ્રાપ્ત કરનાર

વલ્લભભાઇ મારવાણિયા

વલ્લભભાઇ મારવાણિયા : આજે એક એવા ગુજરાતી કૃષિના ઋષિની વાત કરવી છે કે જેણે આખી જિંદગી અવનવા પ્રયોગ કરીને ગાજરની ખેતીને નવી દિશા આપી છે. વાત છે જૂનાગઢની બાજુમાં આવેલા ખામધ્રોળ ગામના 96 વર્ષના નિવૃત નહિ પણ પ્રવૃત્ત ખેડૂત વલ્લભભાઈ મારવાણીયાની. vallabhbhai marvaniya

vallabhbhai marvaniya

77 વર્ષ પહેલા 19 વર્ષની વયે જૂનાગઢના નવાબી રાજ્યમાં જ્યારે ગાજરને પશું આહાર તરીકે ઓળખવામાં આવતો હતો, ત્યારે લોકો ગાજર ખાતા થાય એ માટે સામા પાણીએ તરીને સંઘર્ષ કરીને ગાજરની ખેતી શરૂ કરનારા આ મૂઠી ઊંચેરા માનવીને ઉચ્ચ નાગરિક સન્માન મળવા જઈ રહ્યું છેત્યારે તેના વિશે થોડું વધું જાણીએ.

વલ્લભભાઇ મારવાણિયા

શ્રી વલ્લભભાઈની ગાજરની ખેતીની કહાની રસપ્રદ છે. 96 વર્ષની વયે યુવાનોને શરમાવે એવી ગજબની સ્ફૂર્તિ ધરાવતા વલ્લભભાઈના શબ્દોમાં કહીએ તો “આઝાદી પહેલા મારા પિતાશ્રી રાજકોટ જિલ્લાના ગામેથી જુનાગઢ ગામમાં વસ્યા હતા,અને ટૂંકી ખેતીમાં તેઓ જુવાર વાવતા હતા. જુવાન થતા હું ખેતીમાં જોડાયો અને મને ત્યારે ગાજર વાવવાનો શોખ થયો.નાના કદના ગાજરનું પોટલું લઈને હું 19 વર્ષની વયે 1943માં જૂનાગઢના નવાબની બજારમાં ગાજર વેચવા ગયો. મારા પિતાશ્રી વશરામભાઈ મને કહ્યું કે આ તો પશુનો આહાર છે અને તું વેચવા નીકળ્યો છો. આ તું છોડી દે. હું એમનું ન માન્યો. પ્રથમ દિવસે શાકભાજીની બજારમાં મને રૂપિયા 12 ઉપજ્યા. મેં મારા પિતાશ્રીને આ વાત કરી તેમને ખુશીનો પાર ન રહ્યો. આ દિવસ હજુ પણ મને યાદ છે અને તે મારા જિંદગીનું સૌથી મોટું સન્માન હતું.” એમ કહેતા વલ્લભભાઈએ ગાજરને સારી ક્વોલીટીના કરવા માટે અથાક મહેનત શરૂ કરી હતી. 96 વર્ષની ઉંમરે ખેતરમાં આંટો મારવા આવતા વલ્લભભાઈ એવું કહેતા કે હું ક્યારેય નિવૃત થવાનો નથી.

રાજદરબારમાં પણ ગાજર વેચતા શ્રી વલ્લભભાઈ હસતા‌ કહે છે કે,”છેલ્લે 1947માં જૂનાગઢનો નવાબી પરિવાર જુનાગઢછોડીને પાકિસ્તાન ચાલ્યો ગયો, ત્યારે મારા રૂપિયા 42માંગણાના રહી ગયા હતા.” વલ્લભભાઈ એવિકસાવેલી મધુવન ગાજરની પ્રજાતિમાં કેરોટીન 277.75 અને આયરનની માત્રા276 મિલિગ્રામ છે. જેની લંબાઇ 15ઈંચ સુધી થાય છે.ઉત્પાદન વિઘે 400 મણથી વધારે છે.આ ગાજરના છોડના ફૂલ પર સૌથી વધુ મધમાખી બેસે છે તેથી તેમણે ગાજરની જાતનું નામ મધુવન પાડ્યું છે.વધુમાં તેઓએ એવું પણ કહ્યું કે નવી પેઢીના ખેડૂતોએ હવે ગાજરની ખેતી સાથે મધ ઉછેર શરૂ કરવાની જરૂર છે કેમકે જ્યાં ગાજરના છોડ હશે ત્યાં સૌથી વધુ મધમાખી આવે છે.

વલ્લભભાઇ મારવાણિયા

વલ્લભભાઈ શરૂ કરેલી ગાજરની ખેતી અત્યારે તેમના પુત્ર અરવિંદભાઈ મારવાણીયા સંભાળે છે. તેમના પુત્રનાપ્રયાસોથી માત્ર ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યઅને વિદેશમાં પણગાજરના બિયારણનું વેંચાણ કરવામાં આવે છે. વલ્લભભાઈમારવાણીયાને અગાઉ ગાજરની ખેતીમાં નવા સંશોધન બદલ સૃષ્ટિ એવોર્ડ અને રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ ઇનોવેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ખેડૂત તરીકે પદ્મશ્રી એવોર્ડ મેળવનારા વલ્લભભાઈ જૂનાગઢ જિલ્લાના પ્રથમ પ્રગતિશીલ ખેડૂત છે.અગાઉ જૂનાગઢમાં સંગીત અને કલાના ક્ષેત્રમાં શ્રી દિવાળીબહેન ભીલ અને લોક સાહિત્યકાર શ્રી ભીખુદાનભાઇ ગઢવીને પદ્દમશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.વલ્લભભાઇએ ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ મેળવીને આપણાં જૂનાગઢને પદ્મશ્રીની હેટ્રીક અપાવી છે.

વલ્લભભાઇને મળેલા ભારતસરકારના આ સમ્માન બદલ ખૂબ ખૂબ અભિનંદન…

#TeamAapduJunagadh

Also Read : સરકારે નવરાત્રિ વેકેશન પાછું ખેચ્યું! જાણો શું છે તેની પાછળના કારણો…