આવો મળીએ નરેન્દ્ર મોદી ની મહાસેનાને…

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી : 30મી મે, 2019 સાંજે બરાબર સાતને છ મિનિટે, નરેન્દ્ર મોદીએ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા. “મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી…”, આ સાથે જ ભવ્ય શપથવિધિ કાર્યક્રમ શરૂ થયો અને મોદી સહિત અન્ય 58 મંત્રીઓએ પણ શપથ લીધા. આવો જોઈએ આ કેન્દ્રિય મંત્રીમંડળની મહત્વની યાદી…

1. નરેન્દ્ર મોદી:

માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સતત બીજી વખત પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા. તેઓ વડાપ્રધાન પદની સાથે પર્સનલ, જન ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય જેવા ખાતાઓ સંભાળશે. આ ઉપરાંત અન્યને ન ફાળવામાં આવેલા મંત્રાલયોની પણ સંભાળ લેશે.

2. અમિત શાહ:

કેબિનેટ મંત્રી અમિત શાહ દેશના 30માં ગૃહમંત્રી બન્યા છે. તેઓ સરદાર પટેલ પછી બીજા ગુજરાતી કેબિનેટ ગૃહમંત્રી છે. અગાઉ તેઓ ગુજરાતના ગૃહમંત્રી હતા. હવે તેઓ દેશનું ગૃહ મંત્રાલય સંભાળશે. આ ઉપરાંત તેઓ કલમ 370થી સિવિલકોડ સુધી તમામ મુદ્દા જોશે.

3. રાજનાથ સિંહ:

અગાઉ દેશના ગૃહમંત્રી પદે રહી ચૂકેલા રાજનાથ સિંહને કેબિનેટ સંરક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ સુરક્ષા વિભાગ અંતર્ગત સંરક્ષણ મંત્રાલય સંભાળશે.

4. નિતિન ગડકરી:

સૌથી સફળ મંત્રીમાંના એક નિતિન ગડકરી ફરી માર્ગ-પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલય જ સંભાળશે. આ ઉપરાંત તેઓ લધુ-મધ્યમ ઉધ્યોગ મંત્રાલય ખાતાની પણ સંભાળ લેશે.

5. નિર્મલા સિતારામન:

નરેન્દ્ર મોદી

નાણાં પ્રધાન તરીકે ચૂંટાયેલા નિર્મલા સીતારામન નાણાં અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય સંભાળશે. તેઓ ભારતના બીજા ફૂલ ટાઈમ મહિલા નાણામંત્રી છે. અગાઉ તેઓ સંરક્ષણમંત્રી તેમજ ઉદ્યોગમંત્રી રહી ચૂક્યા છે.

6. પિયુષ ગોયલ:

અગાઉ પણ રેલ્વેમંત્રી રહી ચૂકેલા પિયુષ ગોયલ, ફરી એકવાર રેલ્વે ખાતું સંભાળશે. આ ઉપરાંત તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની પણ સંભાળ લેશે.

7. એસ. જયશંકર:

કેબિનેટ મંત્રી એસ. જયશંકર, મોદી જ્યારે ગુજરાતના સી.એમ. હતા, ત્યારથી એમના સંપર્કમાં છે. વર્ષ 2006માં જ્યારે મોદી ચીન ગયા હતા, ત્યારે કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ ન મળતા જયશંકરે મોદી અને શી જિંપિંગની અનૌપચારિક મિટિંગ કરાવી હતી. આ જ કારણ હોય શકે કે તેઓ પહેલીવાર વિદેશમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

8. સ્મૃતિ ઈરાની:

અગાઉ રાજ્યસભાના મેમ્બર રહી ચૂકેલા સ્મૃતિ ઈરાની મહિલા-બાળ વિકાસમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ મહિલા અને બાલ વિકાસ મંત્રાલય સંભાળશે, આ ઉપરાંત તેઓ કાપડ મંત્રાલયની પણ સંભાળ લેશે.

9. રવિશંકર પ્રસાદ:

કેબિનેટ મંત્રી રવિશંકર પ્રસાદ અગાઉની જેમ ફરીવાર કાયદો અને ન્યાય મંત્રાલય તેમજ કોમ્યુનિકેશન અને આઈ.ઈ.ટી વિભાગ સંભાળશે.

10. રામ વિલાસ પાસવાન:

રામ વિલાસ પાસવાન ફરી એકવાર ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેઓ અગાઉની જેમ જ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય સંભાળશે…

Author: Morvee Raval #TeamAapduJunagadh

Also Read : મૃગીકુંડ : શા માટે દિગંબર સાધુઓ મૃગીકુંડ માં કરે છે શાહી સ્નાન? જાણો મૃગીકુંડનો વિશેષ મહિમા..