મહાશિવરાત્રી મેળામાં થનાર આયોજન વિશેની કેટલીક મહત્વની વાતો

મહાશિવરાત્રી

મહાશિવરાત્રી : તા.17 થી 21મી ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાશિવરાત્રીના મેળાનું આયોજન કઈક આ રીતનું રહેશે! ચાલો જાણીએ મેળાના આયોજન વિષે.

પવર્તાધિરાજ ગિરનાર અને ભવનાથના સાનિધ્યમાં દરવર્ષે યોજાતા પરંપરાગત મહાશિવરાત્રીના મેળાની તૈયારી જિલ્લા વહિવટી તંત્રના સંકલન હેઠળ મહાનગરપાલિકા સહિતના વિભાગો કરી રહ્યા છે. ત્યારે તા.6ઠ્ઠી ફેબ્રુઆરીના રોજ કલેકટરશ્રીની અધ્યક્ષતામાં મહાશિવરાત્રીના તા.17થી 21 ફેબ્રુઆરીએ સુધીના મેળાની તૈયારી માટેની બીજી સંકલન બેઠક મળી હતી. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, રવાડીની સંબંધિત વ્યવસ્થા, યાત્રિકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ઝીણવટ ભરેલી બાબતોને આવરી લેવામાં આવી હતી.

મહાશિવરાત્રી

આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓએ નીચેની બાબતો જણાવી,

  • મેળામાં પાણી, રસ્તા તેમજ આરોગ્ય વિભાગના સંકલનથી હંગામી દવાખાના તેમજ એમ્બયુલન્સ અને અગ્નિશામક વાહનો સહિતની સેવાઓ અંગે કરવામાં આવી રહેલી તૈયારીઓની વિગત આપી.
  • સી.સી.ટી.વી. કેમેરાથી મોનીટરીંગ તેમજ કંટ્રોલ રૂમ અને ટ્રાફિક વ્યવસ્થા અંગે જરુરી સુચના અને સંકલન અંગેની વિગતો આપી. આ મેળામાં લાખો શ્રધ્ધાળુઓ આવતા હોય તો તેમને પરિવહનના વધું ભાડા ન લેવામાં આવે તે માટે યોગ્ય ભાડુ નક્કી કરવાની પણ સુચના આપવામાં આવી.

મહાશિવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની એકત્ર થાય છે. આથી અકસ્માતો નિવારવા અને લોકોની અવર-જવરને અડચણ ન થાય તે માટે ટ્રાફીકનું નિયંત્રણ કરવા માટે સાવચેતીના પગલા લેવાનું અનીવાર્ય જણાતાં, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામુ બહાર પાડ્યુ જેમાં નીચે જણાવેલા દર્શાવ્યા,

  • મેળા દરમિયાન વાહનો માટે ભરડાવાવ-ગીરનાર દરવાજાથી ભવનાથ જવા માટે પ્રવેશબંધી ફરમાવેલ છે.
  • મેળા દરમ્યાન ગિરનાર ઉપર અંબાજી મંદિર સુધી જવા માટે ગિરનારના પગથિયાને વન-વે એટલે કે એકમાર્ગીય જાહેર કરી દેવાયા છે.

આ મેળામાં બહોળી સંખ્યામાં જિલ્લા તથા બહારના વિસ્તારમાંથી યાત્રાળુઓની અવર-જવર રહેતી હોય, આ મેળામાં અને આજુબાજુના જંગલ વિસ્તારમાં પર્યાવરણ અને લોકોની સલામતી માટે ફટાકડા અને સ્ફોટક પદાર્થથી આગ લાગવાનો સંભવ હોય મેળા દરમ્યાન ફટાકડા ફોડવા પર અધિક મેજીસ્ટ્રેટશ્રીએ પ્રતિબંધ મુકતુ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.

ટ્રાફિક નિયમન માટે રસ્તાઓ વન-વે જાહેર કરવા તેમજ ટ્રાફિક જામના પ્રશ્નો ઉદભવે નહીં  તે હેતુસર નો-પાર્કીગ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત નીચે મુજબના સૂચનો અમલમાં મૂકવામાં આવશે…

  • પાસ ધરાવતા વાહનો ગિરનાર તળેટીમાં જવા માટે ભરડાવાવ થઇ સ્મશાન પાસેથી તળેટીમાં પ્રવેશી શકશે.
  • ગિરનાર તળેટીથી આવતા વાહનો સ્મશાનથી ગાયત્રી મંદિરથી ગિરનાર દરવાજા થઇ જૂનાગઢમાં પ્રવેશી શકશે.
  • આ ઉપરાંત કાળવાથી દાતાર રોડ, કામદાર સોસાયટીથી ગિરનાર દરવાજા, ભરડાવાવથી ધારાગઢ દરવાજા થી મજેવડી દરવાજા સુધી રોડ ઉપર નો-પાર્કિંગ તેમજ મોર્ડન ચોકથી ગિરનાર દરવાજા સુધી નો-પાર્કીંગ રહેશે.
  • આ દિવસો દરમિયાન ઊંટગાડી-ઘોડાગાડી- બળદગાડી જેવા વાહનો માટે પ્રવેશબંધી ફરમાવેલ છે.

મહાશિવરાત્રી

Also Read : World Heritage Day