Junagadh News : સ્વચ્છ સર્વેક્ષણ-2019 અંતર્ગત આગામી મહાશિવરાત્રી મીની કુંભમેળા મહોત્સવ અને સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવોના પ્રચાર અને જનજાગૃતિ અર્થે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં વોલ પેઈન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
Junagadh News : આ સ્પર્ધા બે કેટેગરીમાં યોજવામાં આવશે.
1) વિદ્યાર્થીઓ(15 થી 25 વર્ષના) અને
2) પ્રોફેશનલ આર્ટિસ્ટ
એમ બંને કેટેગરીમાં યોજવામાં આવશે.
આ હરીફાઈના વિષયો નીચે પ્રમાણે છે:
1) મીની કુંભ (ભવનાથ મહાશિવરાત્રી મેળો)
2) સ્વચ્છતા અભિયાન
3) બેટી બચાવો
સ્પર્ધકોએ ઉપર જણાવેલ વિષય પર ચિત્રો બનાવવાના રહેશે. જે ચિત્રો અંગે નિર્ણાયકો દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવશે. જેમાં મૌલિક કૃતિને પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે જેથી આખરી નિર્ણય નિર્ણાયકોનો રહેશે. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવનારને રૂ.5000, દ્વિતીયને રૂ.3500 અને ત્રિતીયને રૂ.2100 રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ સિવાયના સ્પર્ધકોને પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને જરૂરી મટીરીયલ મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા આપવામાં આવશે. આ સ્પર્ધામાં મર્યાદિત સંખ્યા કરવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાનું ફોર્મ નીચે દર્શાવેલ સ્થળો પરથી તા: 15, જાન્યુઆરી થી 21, જાન્યુઆરી સુધીમાં મેળવી લેવાના રહેશે.
1. ક્રીમસન ધ આર્ટ એકેડેમી:
216, ન્યુ સંકલ્પ કોમ્પ્લેક્ષ, નરસિંહ સરોવર સામે, જૂનાગઢ.
મો.નં.: 94266 20041
2. રચના હેર પાર્લર:
દીપસાગર એપાર્ટમેન્ટ, અંબિક ચોક, જૂનાગઢ.
મો.નં.: 99983 90765
3. મિલાપ સ્ટુડિયો:
દુકાન નં.17, પહેલા માળે, કનેરીયા શોપિંગ સેન્ટર, મોતીબાગ, જૂનાગઢ.
મો.નં.: 99250 37688
4. હિતેશ જે. પરમાર
મહાનગર સેવા સદન, જૂનાગઢ સેનિટેશન શાખા, ઓફીસ નં.108, આઝાદ ચોક, જૂનાગઢ.
મો.નં.: 81286 56102
ભરેલા ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ: 25, જાન્યુઆરી, 2019
સ્થળ: મહાનગર સેવા સદન, જૂનાગઢ સેનિટેશન શાખા, ઓફીસ નં.108, આઝાદ ચોક, જૂનાગઢ.
સમય: સવારે 10.30 થી સાંજે 6 વાગ્યા સુધી
નોંધ: સ્પર્ધાની તારીખ અંગેની જાણ ટેલિફોનિક/ ઇમેઇલથી કરવામાં આવશે. જેથી કરીને ફોર્મમાં મોબાઈલ નં. અને ઇમેઇલ એડ્રેસ અચૂક લખવાના રહેશે.
#TeamAapduJunagadh #JunagadhNews
Also Read : Junagadh News : જૂન માસના બીજા-ત્રીજા અઠવાડિયામાં વરસાદનું આગમન થશે!