સિંહ વિશેની કેટલીક જાણી-અજાણી વાતો !

સિંહ : એશિયા અને આફ્રિકા માં વસતા આ બિલાડ વંશ ના પ્રાણી એ પોતાના દેખાવ, વર્તન, અંદાજ અને જંગલના રાજા તરીકે જીવવાની પોતાની આગવી શૈલી થી દરેક વાઇલ્ડ લાઇફ પ્રેમી અને સમાન્ય માણસ ને પણ પોતાના તરફ ધ્યાન કેન્દ્રિત કરવા મજબૂર કરી દીધા છે.

સિંહઅહી વિશ્વ માં વસતા સિંહો એટ્લે કે એશિયાઈ સિંહો અને આફ્રિકન સિંહો બંને વિષેની માહિતી આપવામાં આવેલી છે. આ માહિતી સિંહપ્રેમી અને લેખક એવા શ્રી ચંદ્રકાંત પટેલ રચિત પુસ્તક “સિંહ દર્શન ” માંથી લેવામાં આવેલી છે. જેનો એક માત્ર હેતુ આજના ડિજિટલયુગ માં જીવતા લોકો અને ખાસ કરી ને યુવા પેઢી ને સિંહ વિશે જાણકારી આપવા માટે નો છે.

સિંહ

  • ગીરના સિંહની કેશવાળી આફ્રિકાના સિંહની કેશવાળી જેવી ઘટ્ટ અને લાંબી હોતી
    નથી, સાધારણ હોય છે.
  • કદમાં બંને ખંડના સિંહો લગભગ સરખા જ હોય છે.
  • ભારતીય સિંહ સિંહણ ના પેટે બળદ ની માફક ઝૂલ હોય છે. જ્યારે આફ્રિકન સિંહો ના
    પેટે કોઈ ઝૂલ હોતી નથી, એમના પેટ સપાટ હોય છે.
  • ગીરમાં વસવાટ કરતાં લોકોની માન્યતા એવી છે કે, અહી બે પ્રકારના સિંહ થાય છે,
    એક લાંબા દેહવાળા અને બીજા ઊંચા દેહવાળા. લાંબા દેહવાળાને વેલિયા કે વેલર અને
    ઊંચા દેહવાળાને ગર્ધેયા એવા નામ આપ્યા છે.
  • રાતડો, મશિયો, ખાંખરો વગેરે નામ નેસવાસીઓએ આપેલા છે. ૨૫ વરસની વય
    પછી સિંહમાં ઘડપણની નિશાની જણાય છે.
  • સિંહનું સરાસરી આયુષ્ય ૩૦ થી ૪૦ વર્ષનું લેખાય છે.
  • દેખાવ જાજ્વલ્યમાન, દમામદાર; ચાલ ધીરી, મર્યાદિત; અવાજ ઘોર ગર્જના જેવો,
    સ્વભાવ ક્રૂર પણ ગંભીર. સિંહની ડોક અને માથું મોટું હોવાથી તે ડાલમથ્થો કહેવાય છે.
    લાંબી પૂછડીને છેડે વાળનો ઝૂમખો હોય છે.
  • સિંહને ચોક્કસ પ્રજનન ઋતું નથી, પરંતુ ગીરમાં મોટે ભાગે સિંહ-સિંહણનો સંભોગ
    ઓક્ટોમ્બર-નવેમ્બર માસમાં થાય છે અને સિંહણ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બચ્ચાને
    જન્મ આપે છે.
  • જે બચ્ચાઓનો જન્મ વર્ષાઋતુંમાં થાય છે તેઓ મોટે પ્રતિકૂળ હવામાન અને ખોરાકની
    અછતને કારણે લાંબુ નભતા નથી.
  • અઢીથી ત્રણ વરસની સિંહણ થાય છે ત્યારે એનો યૌવાનકાળ આવે છે. ગર્ભાધાનનો
    સમય લગભગ ચાર માસ. સિંહણ એકી સાથે બે બચ્ચ્ચાને જન્મ આપે છે, ક્યારેક જ
    ત્રણ. વિયાજણ વચ્ચે દોઢ-બે વરસનું અંતર.
  • બચ્ચા જ્યારે એક વરસના થાય છે ત્યારે દૂધિયા દાંત પડી જાય છે અને બીજા આવવા
    શરૂ થાય છે.
  • બચ્ચાના ઉછેરમાં સિંહ પણ ફાળો આપે છે.
  • એશિયાઈ અને આફ્રિકન બંને સિંહોનો બાળકો પ્રત્યેનો વાત્સલ્યભાવ પણ સમાન જ
    હોય છે.
  • એશિયાઈ અને આફ્રિકન બંને સિંહોની ગતિ , ચાલ પણ સમાન જ હોય છે.
  •  સિંહ અને વાઘણ અથવા વાઘ અને સિંહણનો સંભોગ કરાવીને ‘લાઈગર’ નામની
    વર્ણસંકર પ્રજા ઉપજાવાઇ છે.

સિંહ

સંદર્ભ: ચંદ્રકાંત પટેલ ના “સિંહ દર્શન ”પુસ્તક માંથી

Also Read : Sakkarbag Zoo
સંકલન: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh