PrakrutiMitra really made this “Lili Parikrama” a “Green Parikrama” with their efforts.

Lili Parikrama

Lili Parikrama : ગિરનાર ખાતે પરિક્રમા પુરી થઇ ગઈ છે અને બધાએ ખુબ જ ઉત્સાહ સાથે આ પરિક્રમા માં ભાગ લીધો હતો. દર વર્ષે લાખો લોકો પરિક્રમા માં આવે છે અને આ વખતે પણ લાખો લોકોએ પરિક્રમા માં ભાગ લીધેલો,

 Lili Parikrama  Lili Parikrama

તમને જાણી ને ખુશી થશે કે એક ગ્રુપ એવું પણ છે જેને પ્લાસ્ટિક ની એન્ટ્રી પરિક્રમામાં અટકાવી હતી. આ ગ્રુપ છે PrakrutiMitra “, જેવું નામ તેવું જ કામ! પ્રકૃતિ મિત્ર ના સભ્યો એ આ વખત ની લીલી પરિક્રમા ને ખરેખર “લીલી” બનાવી હતી. તમે નીચે ના ફોટા માં જોઈ શકો છો કે જે ગ્રાઉન્ડ પરિક્રમા પેહલા એકદમ ખાલી હતું તે પરિક્રમા ના અંતે આખું પ્લાસ્ટિક થી ભરાઈ ગયું હતું. આ વખતે પ્રકૃતિ મિત્ર ના સભ્યો એ ભેગા થઇ ને ૧૮૩૬ કે.જી જેટલું પ્લાસ્ટિક પરિક્રમામાં જતું અટકાવ્યું હતું.

 Lili Parikrama  Lili Parikrama

“પ્રકૃતિ મિત્ર” એક એન.જી.ઓ છે જે જૂનાગઢ માં પર્યાવરણ સુરક્ષા ને લગતા કાર્યો કરે છે સાથે સાથે પર્યાવરણ ની સુરક્ષા માટે જાગૃતિ પણ લાવે છે. પ્રકૃતિ ની રક્ષા એ માત્ર એન.જી.ઓ અથવા તો સરકાર ની જવાબદારી નથી એ આપણી પણ જવાબદારી છે, ચાલો ભેગા થઇ ને પ્લાસ્ટિક ને ભગાવીયે અને આપણા આ સુંદર શહેર ને વધારે ચોખ્ખું અને સુંદર બનાવીયે.
#AapduJunagadh

Also Read : દેશમાં 24 કલાકમાં નવા 15 હજાર પોજીટીવ કેસ નોંધાયા, સાથે જ ગુજરાતની સ્થિતિ વિષે જાણીએ.