દિવાળી સાથે જોડાયેલી નાની નાની પણ ચહેરા પર સ્મિત લાવી દે તેવી વાતો.

દિવાળી

દિવાળી માટે ઘરને રોશનીથી સજાવવા ઘણા દિવસોથી તૈયારીઓ ચાલતી હોય છે. લાઈટ ડેકોરેશન, વિવિધ પ્રકારની મીણબત્તીઓ, દિવડાઓ બધી વસ્તુઓથી ઘરને સજાવવા આપણે ખૂબ ઉત્સાહિત હોઈએ છીએ નહીં! ત્યારબાદ આવે રંગોળી. રંગોળી બનાવવામાં પણ એક અનેરો આનંદ મળતો હોય છે, એક સોસાયટીમાં રહેતા સૌ સાથે મળી એકબીજાને ત્યાં રંગોળી બનાવવાં જઈએ. મોડીરાત સુધી થતી રંગોળીની સાથે થતાં વાતોના ગપાટા અને સાથે ચકરી, પૂરી, ઘૂઘરા વગેરે જેવાં સ્વાદિષ્ટ નાસ્તાઓનો સ્વાદ. પછી બીજું તો શું જોઈએ ?

દિવાળી

ફટાકડા ફોડીને પોતાનું ડેરિંગ બતાવનારને તો જાણે પોતે જંગમાં બૉમ્બ ફોડતા હોય એવી ફીલિંગ આવતી હોય છે, બાકીના ફૂલઝડી કરીને ખુશ થતાં સંતોષી આત્માને તો કોઈ પહોંચે હોં! ઘણા લોકો તો એટલા હિંમતવાળા હોય ને કે અગરબત્તી લઈને ફટાકડો ફોડવાની કોશિશ કરતાં હોય, પણ આખી અગરબત્તી પુરી થઈ જાય તો પણ ફટાકડો ફૂટે એટલે ફૂટે! પણ એમાં એમનો વાંક હોય, તો ફટાકડો હવાય ગયો હોય(એમના પોતાનાં મત મુજબ).

દિવાળી

દિવાળીના દિવસે થતું ચોપડાપૂજન, જેમાં ચોપડાપૂજનની સાથે સાથે થતું નાનકડું ફેમિલી ગેટ ટુ ગેધર. જેમાં પૂજાના બહાને એકબીજાને મળાતું હોય છે, બાકી ભાગાદોડીવાળી લાઈફમાં ક્યાં કોઈ વિશે વિચારાતું હોય છે?! બરાબર ને!

દિવાળી

તો આવી મસ્ત મજાની વાતો ફરીથી એક વાર માણવાનો ટાઇમ એટલે દિવાળી આવી ગઈ છે ત્યારે એટલું કહેવું છે કે

સપનાઓની રંગોળી બનાવી,

એકબીજા સાથે હળીમળીને પ્રેમનો રંગ ભરી દઈએ, હાલ દિવાળી કરી લઈએ.”

Author : Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : આધાર કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું?