ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા નિર્માણ થયેલું અને ગુજરાતનું સૌપ્રથમ બંધ તળાવ: સુદર્શન તળાવ

સમગ્ર ગુજરાતનું સૌપ્રથમ બંધ તળાવ એટલે જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ. આ તળાવ ભવનાથ મંદિરથી આગળ જતાં રસ્તાની ઉપરની બાજુએ સ્થિત છે. જૂનાગઢનાં ઈતિહાસને વાંચા આપતું આ તળાવ ઘણું પૌરાણિક મહત્વ ધરાવે છે. આવો જાણીએ શું છે આ સુદર્શન તળાવનો ઇતિહાસ…

ઇતિહાસ:

  • ઈતિહાસકાર શ્રી નરોતમભાઈ પલાણ લખે છે કે અશોક શિલાલેખમાં કોતરાયેલ માહિતી મુજબ આ તળાવ ઇ.સ. પૂર્વે 302 માં મૌર્યવંશના સ્થાપક ચંદ્રગુપ્તના સુબા પુષ્યગુપ્તે ગિરિનગર વિકસાવવાની સાથે સિંચાઇ માટે આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું.
  • આ તળાવ સુવર્ણસિત્તા(આજની સોનરખ નદી) અને પલાશિની(લુપ્ત થઈ ગયેલી નદી) ને જોડીને આ તળાવનું નિર્માણ થયું હતું.
  • ચંદ્રગુપ્તના પૌત્ર સમ્રાટ અશોકના રાજ્યપાલ તુષ્ફાક દ્વારા આ તળાવમાંથી નહેરો કાઢીને સૌરાષ્ટ્ર માટે સિંચાઇની વ્યવસ્થા ઊભી કરવામાં આવી.
  • 470 વર્ષ સુધી આ તળાવ ટકી રહ્યું. માગશર માસની અમાસની રાતે કમોસમી વરસાદ તૂટી પડતાં આ તળાવનું ભંગાણ થયું અને ઘણું નુકશાન થયું.

  • તે સમયે કાદિમ વંશના રાજા રૂદ્રદામનનું શાસન હતું,તેમના સુબા સુવિશાખના હસ્તે કોઈપણ જાતના કર ઉઘરાવ્યા વગર તળાવનું તાત્કાલિક પૂન:નિર્માણ કરાવ્યું. તેમણે આ તળાવને વધુ મજબૂત અને સુંદર બનાવ્યું. જે 300 વર્ષ સુધી ટક્યું.
  • ઇ.સ.450 માં તે ફરી તૂટ્યું. ઇ.સ.456 માં ગુપ્તવંશના છઠ્ઠા રાજવી સ્કંદગુપ્તના રાજ્યપાલ પર્ણદંતના પુત્ર ચક્રપાલિત દ્વારા સુદર્શન તળાવનું બીજીવાર નિર્માણથયું. તે પછી તેમાં કોઈ ફેરફારો કરવામાં આવ્યા નથી અને આજ સુધી એમનું એમ જોવા મળે છે…

  • આ માનવકૃત સુદર્શન તળાવે 1200 વર્ષ સુધી લોકોને પાણી પૂરું પાડી સેવા આપી. ઈતિહાસથી ભરપૂર આ તળાવ આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

જો તમે હજુ સુધી આ તળાવની મુલાકાત ન લીધી હોય તો એકવાર અવશ્ય મુલાકાત લો, અને તમે કરેલા યાદગાર અનુભવો અમારી સાથે કોમેન્ટ બોક્સમાં શેર કરો…

Thank you,

Have a great day…!!!

Author: Morvee Raval #TeamAapduJunagadh