ધનતેરસ : માં લક્ષ્મી તથા ભગવાન કુબેરની પ્રસન્નતા મેળવવાનો પર્વ

ધનતેરસ

ધનતેરસ નું દિવાળીના પર્વોની જેમજ ખાસ મહત્વ છે. પૌરાણિક શાસ્ત્રોનુસાર ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો. સમુદ્ર મંથન વખતે ધન્વતરી પોતાની સાથે આયુર્વેદ અને  અમૃત કળશ લઈને પ્રગટ થયાં હતાં. તેથીજ ભગવાન ધન્વંતરીને ઔષધીના પિતા તરીકે ઓળખાય છે તથા ધનતેરસનેધન્વંતરી તેરસતરીકે પણ ઓળખાય છે. ભારતીય આયુર્વેદ, યોગ અને નેચરોપેથી અને હોમિયોપેથી મંત્રાલય દ્વારા ધનતેરસનેરાષ્ટ્રીય આયુર્વેદ દિવસતરીકે ઉજવવાની જાહેરાત કરી હતી, જે સૌપ્રથમ ૨૮, ઓક્ટોબર, ૨૦૧૬ ના રોજ ઉજવવામાં આવી હતી.

ધનતેરસ

જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આવેલું પૌરાણિક મહાલક્ષ્મી માતાજીનું મંદિર જૂનાગઢના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ધનતેરસની વહેલી સવારે અહીં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને દર્શનાર્થે આવે છે. ધનતેરસના દિવસે શુભ નક્ષત્રોનો યોગ હોવાને લીધે જો ખરીદારી કરવામાં આવે તો આખું વર્ષ લક્ષ્મીજીની કૃપા રહે છે , જેથી  લોકો સોનાચાંદી તથા વાહનોની મોટા પ્રમાણમાં ખરીદી કરતાં હોય છે. જેથી કરીને સમયે સોની બજારોમાં ઘણી ભીડ જોવાં મળે છે.

ધનતેરસના પાવનપર્વ પર જોશ્રીસૂક્તનો પાઠ તથા દાનપુણ્ય કે યજ્ઞયાગાદી કરવામાં આવે તો તેનું અક્ષયફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.

ધનતેરસ ના શુભ મુહૂર્ત

૦૫, નવેમ્બર, ૨૦૧૮ (સોમવાર) – ૦૬:૩૭ થી ૨૩:૪૬

શુભ ચોઘડિયા મુહૂર્ત

સવારે મુહૂર્ત (અમૃત) = ૦૬:૩૮૦૮:૦૧
સવારે મુહૂર્ત (શુભ) = ૦૯:૨૪૧૦:૪૭
સાંજે મુહૂર્ત (ચલ) = ૧૩:૩૩૧૯:૨૦
રાત્રિ મુહૂર્ત (લાભ) = ૨૨:૩૪૨૩:૪૬

      Also Read : કાઠિયાવાડ ના લોકોનાં હૈયે અને હોઠે રમતાં પાત્રો ખાપરો’ને કોડિયો કોણ હતા? (ભાગ-1)