Junagadh News : ખાખડી ની ખટાશના શોખીનો થઈ જાવ તૈયાર, ટૂંકજ સમયમાં આવી રહી છે આ ખાખડી!!

Junagadh News

Junagadh News : ગીરની પ્રખ્યાત કેસર કેરી જ્યારે નાની અને કાચી હોય ત્યારે તે સ્વાદે ખાટી હોય છે, જેને ખાખડી તરીકે ઓળખવામાં આવે છે. આવો જાણીએ આ ખાખડી વિશેની ખાટી વાતો…

Junagadh News

ખાટી ખાખડી(નાની કેરી) ખાવાના શોખીનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તેવી ખાખડી હવે ટૂંકજ સમયમાં બજારમાં આવશે. આ ખાખડી એક એવું ફળ છે, જે બધાજ લોકોને ખુબજ ભાવતું અને દાઢે વળગતું ફળ છે. જેમ કેસર કેરી ખાવાના શોખીન લોકો કેસર કેરીની મીઠાશને પ્રેમ કરતાં હોય છે,તેવીજ રીતે કેટલાક ખાખડીની ખટાશના રસિયાઓ તેને જરાં પણ જતી કરવા માંગતા નથી!! Junagadh News

Junagadh News

હજુ તો શિયાળો ઉતર્યો નથી કે આંબા પરથી ખાખડીઓ નીચે ઉતરીને બજારમાં વહેંચાવા માટે તૈયાર પણ થઈ ગઈ છે. હા ખરેખર! તાલાલા પંથકના વિસ્તારોના આંબાના બાગોમાં આંબા પર પુષ્કળ પ્રમાણમાં ખાખડીઓ લટકી રહી છે. તો કેટલાક આંબા પર હજું મોર આવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ વખતે કેસર કેરી પણ વહેલી ખાવા મળે તો નવાઈ નહીં!! Junagadh News

ખાખડી
તાલાલા સહિત ગીર પંથકમાં કેસર કેરીનાં આંબામાં આગોતરા ફુટેલા મોરમાંથી બંધાયેલી ખાખડીનું બજારમાં આગમન થયું છે. હાલ આવક ઉંચી હોવાથી સાઇઝ અને કવોલેટી મુજબ પ્રતિ કિલોનાં રૂ.400થી 600 ભાવ જોવા મળી રહયાં છ. આ વર્ષે સારા વરસાદ બાદ ઠંડીનો ચમકારો યથાવત રહેતા આંબામાં પુષ્કળ પ્રમાણમાં કેરીનો ફાલ જોવા મળી રહયો છે અને હજુ મોર આવવાની પ્રક્રિયા ચાલુ છે. માર્ચનાં અંતમાં બજારમાં પુષ્કળ પ્રમાણમાં ખાખડીની આવક જોવા મળશે. હાલ તો વાતાવરણમાં પલટો અને વધુ પવનને લઇ આંબામાંથી ખાખડી ખરે છે અને તે બજારમાં આવી રહી છે.ખાસ કરીને ઊના-તાલાલા પંથકમાં આંબાનાં બગીચાઓ વધુ પ્રમાણમાં આવેલા છે. Junagadh News

ખાખડી

કેસર કેરીનાં શોખીનો માટે પાકેલી કેરીનાં સ્વાદ પહેલા ખાખડીનો સ્વાદ માણવાનો મોહ વધુ હોય છે. આરોગ્ય માટે પણ ઉત્તમ છે.અથાણાં, સલાડ કરતાં સ્વાદિષ્ટ ગણાતી ખાખડી ખાવા વાળો વર્ગ બહુ મોટો છે. આગામી દિવસોમાં આવક વધતાં ભાવ નીચા આવશેતેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

#TeamAapduJunagadh

Also Read : ઉનાળામાં પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાના કેટલાક અમૂલ્ય ઉપાયો…