Save Water : ઉનાળામાં પાણી નો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાના કેટલાક અમૂલ્ય ઉપાયો…

Save Water

Save Water : પાણી એ કુદરતે આપેલી અમુલ્ય ભેટ છે. આમ જોવા જઈએ તો, પૃથ્વીના 3 હિસ્સામાં પાણી જ્યારે એક હિસ્સામાં જમીન છે. છતાં પણ આ બળબળતા ઉનાળે પાણીની વિકટ સમસ્યા ભલભલાને રાતા પાણીએ રોવડાવે છે. પાણી વગર માનવજીવન,પ્રાણીજીવન કે વનસ્પતિ જીવન શક્ય નથી. ત્યારે આજનાં સમયમાં પાણીના પ્રશ્નને સૌથી મોટો ગણવામાં આવે છે. ખાસ કરીને આ ઉનાળે જ્યારે ચોતરફ પાણીની વિકટ સમસ્યાનો સામનો જ્યારે લોકો કરી રહ્યા છે, ત્યારે અનેક સમજદાર લોકો પાણી બચાવવા માટેના અનેક ઉપાયો અને તે વિશેની ઉપયોગી ચર્ચા કરતાં હોય છે.

Save Water

Save Water પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે,વરસાદ એ કુદરત તરફથી મળતી પ્રસાદી સમાન છે. જો આ વરસાદનું પાણી આપણે સંગ્રહ કરી તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીએ, તો આપણે ક્યારેય પણ પાણી માટે વલખાં મારવા પડે નહીં! ઘરે ભૂગર્ભ ટાંકા બનાવીને અગાસી પર પડતું વરસાદનું પાણી આ ટાંકામાં ઉતારી તેનો સંગ્રહ કરવામાં આવે અને સંપૂર્ણ વર્ષ દરમિયાન તેનો જરૂર પૂરતો ઉપયોગ કરવામાં આવે તો, પાણીની સમસ્યા ક્યારેય ન સર્જાય! આ ઉપરાંત બોર રિચાર્જિંગ કરવાથી ભૂગર્ભ જળ ઊંચા આવે છે, જેથી કરીને પીવાલાયક પાણીનો જથ્થો વધારી શકાય છે.

વર્તમાન સમયની વાત કરીએ તો,70% રોગો દૂષિત પાણીથી થાય છે. પરિણામે કોલેરા, ઝાડા, ઉલટી, મલેરિયા, ટાઇફોઈડ, હીપેટાઇટીસ જેવા અનેક રોગો થાય છે. જેનાંથીબચવા એકમાત્ર વિકલ્પ તરીકે આપણે RO Technologyનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ROમાં નીકળતું અશુદ્ધ પાણી 60% જેટલું જ્યારે પીવાલાયક પાણી 40% જેટલું હોય છે. ત્યારે ROમાંથી નીકળતા અશુદ્ધ પાણીનો ઉપયોગ આપણે ટોયલેટ ક્લીનીંગ તેમજ બગીચામાંકરીએ તેવો આગ્રહ રાખવો જોઇએ. Save Water

રોજિંદા જીવનમાં આપણે કઇંક આ રીતે પાણીનો વેડફાટ કરી દઈએ છે…

મામુલી લીકેજ હોય તો એક નળમાંથી દર મિનિટે પાણીના 45 જેટલા ટીપાં પડે છે, એટલે કે ત્રણ કલાકમાં એક લીટર કરતા વધારે પાણી નકામું વહી જાય છે. બ્રશ કરતી વખતે કે શેવિંગ કરતી વખતે વોશબેસિનનો નળ ખુલ્લો હશે તો એક વખતમાં ચારથી પાંચ લિટર પાણી વહી જાય છે, એટલે કે મહીને 150 લીટર જેટલું પાણી પ્રતિ વ્યક્તિ વહી જાય છે.

ન્હાતી વખતે ફુવારાનો ઉપયોગ કરશો નહીં, પરંતુ તેના બદલે એક બાલટી પાણીથી નાહવાનું રાખશો તો નાહવા માટે વપરાતો 80% પાણીનો જથ્થો બચાવી શકાય છે,દેશનીવસ્તીના 20% લોકોજોઆમકરશેતોદરરોજ 625 કરોડલિટરપાણીબચીશકશે. નળની નીચે વાસણ ધોવાના બદલે બાલ્ટી કે ટબમાંપાણી લઇ વાસણ ધોવાથી ચાર વ્યક્તિનો પરિવાર રોજનું 20 થી 25 લિટર પાણીબચાવીશકે છે, માત્ર ટેવ પાડવાની જરૂર છે.

ઘરે આવતા મહેમાનોને આપેલા ગ્લાસમાં વધેલું પાણી ફેંકતા પહેલા એને બીજા કોઈ કામમાં ઉપયોગ લઈ શકાય તે રીતે બચાવીને રાખો. બીજું વોશિંગ મશીનમાં બે જોડી કપડાં ધુઓ કે 10 જોડી પાણી સરખું જ વપરાવાનું છે, તેથી વોશિંગ મશીન ત્યારે જ વાપરો જ્યારે ઘણાબધા કપડાં ભેગા થયા હોય. આ રીતે દર મહિને 4500 લિટર પાણી બચી શકે છે.

જો પાણીને બચાવશો તો, પાણી આપણી જિંદગીનું આયુષ્ય વધારવામાં મદદ કરશે. બાકી એક અનુમાન મુજબ ત્રીજું વિશ્વ યુદ્ધ પાણીને લીધે થાય તો ખોટું નહીં!

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : ખાખડી ની ખટાશના શોખીનો થઈ જાવ તૈયાર, ટૂંકજ સમયમાં આવી રહી છે આ ખાખડી!!